જિલ્લા-તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક જાહેર

જિલ્લા-તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક જાહેર
ભુજ, તા. 13 : ગઇકાલે રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ પારિતોષિક જાહેર થયા બાદ શનિવારે અહીંની જિલ્લા શિક્ષણ કચેરી દ્વારા ચાર જિલ્લા કક્ષાના અને 20 તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકના એવોર્ડ જાહેર કરાયા છે. જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના પ્રિન્સિપાલ, કેળવણીકાર અને એક એવોર્ડી શિક્ષકની બનેલી સમિતિ દ્વારા આજે ચાર જિલ્લા કક્ષાના અને દરેક તાલુકા દીઠ?બે-બે લેખે કુલ 20 તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકને એવોર્ડ જાહેર કરાયા છે. જેમાં માધ્યમિક વિભાગમાં અંજારની કે.કે.એમ.એસ. સરકારી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક  કન્યા શાળાના મદદનીશ શિક્ષિકા  વિરાજ મયૂર દેસાઇ, ભુજોડી પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષિકા ઉષ્મા પ્રતિમ શુક્લ, માધાપરની એમ.એસ.વી. હાઇસ્કૂલના પંકજ મહેન્દ્રભાઇ દહીંસરિયા તથા માંડવી તાલુકાના ડોણની પ્રાથમિક શાળાના એચટાટ મુખ્ય શિક્ષક સૌરભ તલકશી છાડવાને જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક જાહેર કરાયા છે. જ્યારે તાલુકા કક્ષાએ ગીતાબેન કિશોર પરમાર (કિડાણા કન્યા પ્રાથમિક શાળા), દક્ષાબેન મગનસિંહ ભાટી (અંતરજાળ પં. પ્રા. શાળા), બળદેવજી જુજારજી ઠાકોર (જીલારવાંઢ પ્રા. શાળા-રાપર), હીનાબેન રમણલાલ પટેલ (રેલવે સ્ટેશન પ્રા.?શાળા-આડેસર), ભાવેશકુમાર લક્ષ્મણભાઇ વીરડા (ગાયત્રીનગર પ્રા.?શાળા-લાકડિયા), જિતેન્દ્રકુમાર કેશાભાઇ ?પ્રજાપતિ (ગાયત્રીનગર પ્રા. શાળા-લાકડિયા), ગૌતમભાઇ?મગનભાઇ કૈલા (પ્રા. શાળા-વડવાકાંયા), મૌલિકકુમાર નરેન્દ્રભાઇ ભાવસાર (નવાનગર કુમારશાળા-નખત્રાણા), મણિલાલ અરજણ પટેલ (મફતનગર પ્રા. શાળા-ગઢશીશા), ધર્મિષ્ઠાબેન હરદેવભાઇ દેસાઇ?(પ્રા. શાળા-ગોધરા, માંડવી), લખનચંદ્ર ઉમેદલાલ રાજગોર (પ્રા. શાળા-નાડાપા), ઉત્તમ ગૌરીશંકર મોતા (પ્રા. શાળા-ત્રંબૌ), નીતાબેન શિવશંકર પાલ (ભાડરા પ્રા. શાળા-લખપત), બિપિનભાઇ મોદી (આશાપર પ્રા. શાળા-લખપત), કેશવજી ડી. મહેશ્વરી (પ્રા. શાળા-2, નલિયા), લખધીરસિંહ ટપુભા જાડેજા (બી.આર.સી. કો-ઓર્ડિનેટર-અબડાસા), ડો. મોહનલાલ કે. પરમાર (સી.આર.સી. કો- ઓર્ડિનેટર-ઝરપરા), જિતેન્દ્રભાઇ?કારાભાઇ ચેનવા (કન્યાશાળા- મોટા કપાયા), કૈલાસકુમાર વસંતરાય નાટડા (પ્રા. શાળા-નગાવલાડિયા) અને વિરલકુમાર મહેશકુમાર ભટ્ટ (પ્રા. શાળા-ભીમાસર)ને જાહેર કરાયા છે. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

Crime

© 2022 Saurashtra Trust