ચોમાસાં વચ્ચે મુંદરામાં ગટરનું કામ ચાલુ થતાં ભારે હાલાકી

ચોમાસાં વચ્ચે મુંદરામાં ગટરનું કામ ચાલુ થતાં ભારે હાલાકી
મુંદરા, તા. 13 : છેલ્લા 2 મહિનાથી ગટરનું કામ ગોકળ ગતીએ ચાલતા વિદ્યાર્થીઓ પરેશાન થઈ રહ્યા છે. નગરના એક જાગૃત યુવાને જણાવ્યું હતું કે સી કે. એમ. સ્કૂલ જુના બંદર રોડ પાસે ગટર લાઈનનું કામ ચાલુ હોવાથી એક બાજુ ઈંટના ઢગલા પડયા છે તો બીજી બાજુ મસમોટા ખાડા ઘણા ટાઈમ થયા જેમને તેમ પડયા છે. સમસ્યાના કારણે ટુ વ્હીલર તથા સ્કૂલના વિદ્યાર્થીઓને પરેશાનીનો પાર નથી. બે દિવસ પહેલા પડેલા વરસાદના કારણે બે વ્યક્તિ ચેમ્બરમાં પડી ગયા હતા તથા સરકારી હોસ્પિટલ જવા માટેનો એક જ રસ્તો હોતાં ટ્રાફિક જામના કારણે દર્દી સારવાર માટે સમયસર પહોંચતા નથી. ઘણીવાર તો 108ને ટ્રાફિક જામના કારણે વિલંબ થાય છે ત્યારે કોઈ ઈમરજન્સી દર્દીની હાલત શું થતી હશે તેવા સવાલ ઉઠયા હતા.  વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

Crime

© 2022 Saurashtra Trust