વિંઝાણના રખેશ્વર મંદિરનો પાટોત્સવ ઊજવાયો

વિંઝાણના રખેશ્વર મંદિરનો પાટોત્સવ ઊજવાયો
નલિયા, તા. (અબડાસા) 13: તાલુકાના વિંઝાણ વિસ્તારના લોકોનું રખોપું કરનાર સદીઓ પુરાણા પ્રાચીન શિવાલય રખેશ્વર મહાદેવ મંદિરનો 16મો પાટોત્સવ વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ઊજવાયો હતો.સ્વ. બબીબેન ઉકેડા મામોટિયાની પુણ્યતિથિ અને સ્વ. ચંદુભાઈ કરસનદાસ ચામોટિયાની સ્મૃતિમાં યોજાયેલા પાટોત્સવ દરરમ્યાન ચાર પ્રહર પૂજા, લઘુરુદ્ર મહાયજ્ઞ, મહાઆરતી, ભજન-કીર્તિન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. ગં.સ્વ. લીલાવંતીબેન જેઠાલાલ મામોટિયા પરિવાર હસ્તે મમતાબેન જેન્તીલાલ ઠક્કર, ભક્તિબેન ભાવેશ ઠક્કર ડુમરાવાળાના મુખ્ય યજમાનપદે યોજાયેલા વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં વિંઝાણ અને આસપાસનાં ગામોના લોકો, દર્શનાર્થે આવેલા ભાવિકોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. પાટોત્સવ નિમિત્તે મંદિરને 51,000 ફૂલોથી સજાવવામાં આવ્યું હતું. ડુમરા આનંદેશ્વર મહાદેવ મંદિરના મહંત પ્રેમગિરિબાપુ, વિંઝાણ વિંધ્યવાસિની માતાજી મંદિરના પૂજારી અમૃતગિરિ ખાસ ઉપસ્થિત રહી આશીર્વચન આપ્યા હતા. પાટોત્સવ નિમિત્તે ખાસ મુંબઈથી લતાબેન ચંદુભાઈ કરશનદાસ મામોટિયા, મહેન્દ્રભાઈ ઠક્કર, કિરણભાઈ ઠક્કર સહિત દશેક જણાએ હાજરી આપી હતી. પૂજારી મંગલગિરિએ સૌનો આભાર માન્યો હતો. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

Crime

© 2022 Saurashtra Trust