કનૈયાબે પાસે મોબાઈલ ટાવરોમાંથી સાધનોની ઉઠાંતરી કરનારો પકડાયો

ભુજ, તા. 13 : ચોરીની ફરિયાદ નોંધાય તે પહેલાં જ ચોરીના ભેદ પોલીસે શંકાસ્પદોને ઝડપતાં ઉકેલી લીધા છે. કનૈયાબેના વિવિધ મોબાઈલ ટાવર્સ પરથી એર કન્ડિશનરના કમ્પ્રેશર સહિતની સામગ્રી કિં. રૂા. 15000ની ઉઠાંતરી કરનારને તેમજ ઝુરા પાસે ટ્રાન્સમિશનની લાઈન પાથરવાની કામગીરી દરમ્યાન સાઈટ પરથી એક મહિના દરમ્યાન 60 હજારના વાયરની ચોરી કરનારા નાના વરનોરાના બે ચોરને ઝડપી પડાયા છે.કનૈયાબે પાસે ગઈકાલે રાત્રે મોબાઈલના વિવિધ ટાવર્સ ઉપરથી આરોપી રજા અહેમદ માજીદ શેખ હાથ મારીને વાહનથી આવી રહ્યો હતો ત્યારે જ તેને ઝડપી લીધો હતો. બીજી તરફ ઈન્ડસ ટાવર લિમિટેડના સુપરવાઈઝરને આજે સવારે અમદાવાદથી ફોન આવ્યો હતો કે, કનૈયાબે પાસેના ટાવરોમાં તાપામાન વધી રહ્યું છે જેથી તપાસ કરવા જતાં એર કન્ડિશનરના કમ્પ્રેશર નંગ-3 કિ. રૂા. 9000, કૂલિંગ કોયલ જાળી પાંચ રૂા. 5000 તથા ત્રાંબાની નળી કિં. રૂા. 1000 એમ કુલ્લે રૂા. 15000ના મુદ્દામાલની ચોરી થયાનું જણાયું હતું. આ ચોરીની ફરિયાદ નોંધાવે તે પહેલાં જ પદ્ધર પોલીસમાંથી ફોન આવ્યો હતો કે, તમારા ટાવરો પરથી સામગ્રીની ચોરી કરનારને ઝડપી લેવાયો છે. આથી આરોપી વિરુદ્ધ વિધિવત ફરિયાદ નોંધાવી કાર્યવાહી હાથ ધરાઈ છે. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com  

Crime

© 2022 Saurashtra Trust