અડધી રાતે પોલીસને જોઇ ડરથી નાસ્યા... ને બાઇક ગાય સાથે અથડાવતાં અકસ્માત

ભુજ, તા. 13 : શુક્રવારની મધ્યરાત્રિના ભારાપર ચોકડી પાસે તપાસ કરતી પોલીસની વાનને જોઇ ડરના માર્યા ત્રણ યુવાન બાઇકથી નાસ્યા હતા. આથી પોલીસને પણ શંકા જતા તેની પાછળ વાન દોડાવી હતી અને આગળ જતા જોયું તો બાઇક ગાય સાથે અથડાવી ત્રણ?યુવાન ઘાયલ થતા પોલીસ તેને સારવાર માટે હોસ્પિટલ લઇ આવી હતી.આ અંગે જી.કે. જનરલ હોસ્પિટલની પોલીસ ચોકીમાં નોંધાયેલી એમ.એલ.સી.ની વિગતો મુજબ ગઇકાલે મધ્યરાત્રિના માનકૂવા પોલીસ રાત્રિ પેટ્રોલિંગ દરમ્યાન ભારાપર ચોકડી પાસે પોલીસવાન ઉભેલી જોઇને ડરના માર્યા યુવાને બાઇક દોડાવી નાસવા લાગતા પોલીસને પણ શંકાસ્પદ જણાતા તેની પાછળ ગયી હતી.જદુરા તરફ જતા માર્ગે આગળ બાઇક ગાય સાથે અથડાવી દેતા બાઇક સ્લીપ થઇ ગઇ હતી અને કેબિન સાથે અથડાવી દેતા ઇર્મેશ રવજી મહેશ્વરીને માથામાં તથા હાથમાં તેમજ અશોક ખેરાજભાઇ મહેશ્વરી તથા વિશાલ રવજી મહેશ્વરીને મુઢમારની ઇજા થતા માનકૂવા પોલીસ મથકના પી.આઇ. ડી.આર. ચૌધરી તથા હે.કો. જયમલસિંહે તેઓને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડયા હતા.વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com   

Crime

© 2022 Saurashtra Trust