ઝિમ્બાબ્વે રવાના થઈ ભારતીય ટીમ

નવી દિલ્હી, તા. 13 : એશિયા કપ શરૂ થતા પહેલા ટીમ ઈન્ડિયા ઝિમ્બાબ્વે જવા માટે રવાના થઈ ચુકી છે. 18 ઓગષ્ટના રોજઝિમ્બાબ્વેમાં વનડે શ્રેણીની શરૂઆત થવાની છે. બન્ને ટીમો વચ્ચે ત્રણ વનડે મેચ રમાવાના છે. આ માટે શુક્રવારે ભારતીય ટીમ રવાના થઈ હતી. બીસીસીઆઈ દ્વારા ખેલાડીઓની તસવીરો પણ શેર કરવામાં આવી છે. જેમાં ટીમના ઉપ કેપ્ટન શિખર ધવન સહિત અન્ય સ્ટાર ખેલાડીઓ જોવા મળી રહ્યા છે.એક તસવીરમાં શિખર ધવન સાથે દીપક ચાહર અને પ્રસિદ્ધ કૃષ્ણા પણ જોવા મળે છે. સાથે જ મોહમ્મદ સિરાજ, ઋતુરાજ ગાયકવાડ, રાહુલ ત્રીપાઠી અને શાર્દુલ ઠાકુર પણ ફ્લાઈટમાં છે. તમામ ખેલાડીઓ પુરા જોશમાં જોવા મળી રહ્યા છે. ઝિમ્બાબ્વે પ્રવાસમાં ભારતીય ટીમ સાથે રાહુલ દ્રવિડ નહી પણ વીવીએસ લક્ષ્મણ કોચ તરીકે જોડાયા છે. બીસીસીઆઈએ લક્ષ્મણની પણ તસવીર શેર કરી છે.  ભારત ઝિમ્બાબ્વે સામે ત્રણ વનડે મેચ રમશે. આ મેચ 18, 20 અને 22 ઓગષ્ટના રોજ રમાશે. ભારતીય સમય અનુસાર આ મેચ બપોરે એક વાગ્યે શરૂ થશે. આ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કેએલ  રાહુલ  કરી રહ્યો છે. પહેલા શિખર ધવનને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. જો કે બાદમાં  કેએલ રાહુલ ફીટ થઈ જતા તેને નેતૃત્વ  સોંપવામાં આવ્યું છે. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com  

Crime

© 2022 Saurashtra Trust