ફીફા વિશ્વકપના ઓપનિંગમાં બદલાવ

નવી દિલ્હી, તા. 13 : વિશ્વ ફૂટબોલની સર્વોચ્ચ સંસ્થા ફીફાએ વર્ષના અંતમાં કતરમાં શરૂ થનારા વિશ્વકપને એક દિવસ અગાઉ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. હવે આ ટૂર્નામેન્ટ 20 નવેમ્બરના શરૂ થશે. વિશ્વ કપનો પહેલી મેચ મેજબાજ કતર અને એક્વાડોર વચ્ચે 20 નવેમ્બરના દોહામાં રમાશે. ફીફા વિશ્વકપને 28ને બદલે 23 દિવસ કરવાનો નિર્ણય 101 દિવસ બાદ લીધો છે. ફીફાની સમિતિએ નવા નિર્ણયને મંજૂરી આપી દીધી છે. આ નિર્ણય ઉપર હસ્તાક્ષર કરનારા લોકોમાં ફીફાના અધ્યક્ષ જિયાની ઈન્ફેન્ટિનો અને છ ફુટબોલ નિગમોના અધ્યક્ષ સામેલ છે. ફીફાએ કહ્યું છે કે ટૂર્નામેન્ટ એક દિવસ અગાઉ શરૂ કરવાનો નિર્ણય સર્વ સહમતીથી લેવામાં આવ્યો છે.  જેનો ખુલાસો બુધવારે કરવામાં આવ્યો હતો જ્યારે ગયાં વર્ષથી જ વિશ્વભરમાં ટિકિટનું વેચાણ શરૂ થઈ ચૂક્યું છે. ફીફાએ પ્રશંસકોની યાત્રા યોજના પ્રભાવિત થવા ઉપર કહ્યું હતું કે, ફીફા પ્રભાવિત થનારી સ્થિતિનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરશે. મૂળ કાર્યક્રમમાં ઉદ્ઘાટન સમારોહનું આયોજન કતર અને એક્વાડોર વચ્ચેના મેચ પહેલા જ કરવાનું આયોજન હતું.વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com   

Crime

© 2022 Saurashtra Trust