અફઘાને શ્રેણી જીતવાની આશા જાળવી રાખી

બેલફાસ્ટ, તા. 13 : રહમાનુલ્લાહ ગુરબાઝના 53 અને નઝીબુલ્લાહ જાદરાનના 42 રનની ઈનિંગના કારણે અફઘાનિસ્તાને ત્રીજી ટી20 મેચમાં આયરલેન્ડને 22 રને હરાવીને શ્રેણી જીતવાની આશા જાળવી રાખી છે. ત્રીજી મેચ હારવા છતાં આયર્લેન્ડની ટીમ પાંચ મેચની શ્રેણીમાં 2-1થી આગળ છે. શ્રેણીની ચોથી મેચ સોમવારે રમાશે. અફઘાનિસ્તાને પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 189 રન કર્યા હતા અને પછી આયર્લેન્ડને 167 રને રોક્યું હતું. અફઘાનિસ્તાનના ઓપનિંગ બેટ્સમેનોએ સ્થિર શરૂઆત અપાવી હતી. હઝરતુલ્લાહ ઝાઝાઈએ 39 રન અને ગુરબાજે 53 રનનું યોગદાન આપ્યું હતું. ઈબ્રાહિમ જારદાને 22 બોલમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગો ફટકારીને 36 રન કર્યા હતા જ્યારે નઝીબુલ્લાહે 18 બોલમાં પાંચ છગ્ગા ફટકારીને 42 રનની ઈનિંગ રમી હતી. 190 રનના લક્ષ્યનો સામનો કરતા આયર્લેન્ડની ટીમે પોલ સ્ટરલિગ (0), એન્ડ્રુ બાલબર્ની (1) અને હેરી ટેક્ટર (3)ની વિકેટ ઝડપથી ગુમાવી દીધી હતી. લોરકાન ટકરે 31 રન કરીને ઈનિંગ સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. જો કે 85 રન ઉપર સાત આયરિશ બેટ્સમેન આઉટ થયા બાદ જોર્જ ડોકરેલ અને ફિયોન હેન્ડે ઈનિંગ સંભાળતા 74 રનની ભાગીદારી કરી હતી. ડોરફેલે 58 રન કર્યા હતા અને હેન્ડે 36 રન કર્યા હતા. જો કે આ ભાગીદારી જીત અપાવવા માટે પૂરતી નહોતી. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com   

Crime

© 2022 Saurashtra Trust