ગાંધીધામમાં ટ્રાન્સપોર્ટના વ્યવસાયની હરીફાઇમાં યુવાન પર પ્રાણઘાતક હુમલો

ગાંધીધામ, તા. 13 : શહેરના રેલવે ઓવરબ્રિજ ચડતાં માર્ગ ઉપર ટ્રાન્સપોર્ટના ધંધાની હરીફાઇમાં એક યુવાનની કારને ઊથલાવી નાખવાની કોશિશ કરી તેમના ઉપર પ્રાણઘાતક હુમલો કરાયો હતો. આ બનાવ બાદ ત્યાં રહેલી તેમની કારમાંથી કોઇ શખ્સોએ રૂા. 4,85,000ની એસેસરીઝની ચોરી કરી હતી.આદિપુરમાં રહેતા અને ગાંધીધામની ટેન્કર એસોસિયેશન બિલ્ડિંગમાં ડિવાઇન લોજિસ્ટિક નામની ટ્રાન્સપોર્ટ પેઢી ચલાવતા કરશન હમીર ચૈયા (આહીર) ઉપર ગત તા. 16-7ના સાંજે હુમલો થયો હતો. આ ફરિયાદી ગ્રીન પાર્ક બિલ્ડિંગથી મીઠી રોહર તરફ પોતાના વર્કશોપ બાજુ જઇ રહ્યા હતા. કાર નંબર જી.જે. 12-ઇ.ઇ. 2963માં સવાર આ યુવાન રેલવે મથક નજીક ઓવર બ્રિજ ચડતાં માર્ગ પર પહોંચતાં મનુભાઇ ચાવડાનો ફોન આવ્યો હતો અને તેની સાથે વાત થઇ રહી હતી. ત્યારે ટાટા યોદ્ધા ગાડી નંબર જી.જે. 24-એક્સ. 2905 ઝડપથી આ ગાડીની સાઇડ દબાવી આગળ ગઇ હતી. આ ટાટા યોદ્ધા ગાડીમાં રમેશ જીવરામ આહીર, તેમનો દીકરો નકુલ તથા ત્રણ અજાણ્યા શખ્સ સવાર હતા. આ ગાડીના ચાલકે ફરિયાદીની કાર ઊથલાવી નાખવાના ઇરાદે પોતાની ગાડી રિવર્સમાં લઇ ટક્કર મારી હતી. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com    

Crime

© 2022 Saurashtra Trust