અવિરત કોરોનામાં 25નો ઉમેરો : બીજા શનિવારે રસીકરણને રજા

ભુજ, તા. 13 : કચ્છમાં અવિરત કોવિડ કેસો નોંધાઇ રહ્યા છે. આજે વધુ 25 નવા દર્દી ઉમેરાયા છે. બીજા શનિવારે રસીકરણે રજા પાળી હતી.શહેરી વિસ્તારના આજના 14 કેસમાં ગાંધીધામમાં 11, માંડવીમાં 2 અને ભુજમાં 1 જ્યારે ગ્રામ્ય વિસ્તારના 11 કેસમાંથી સૌથી વધુ ભચાઉ તાલુકામાં 5, અંજાર અને ગાંધીધામમાં 2-2, તો ભુજ અને લખપતમાં 1-1 કેસ નોંધાયા છે.21 દર્દી કોરોનામુક્ત થયા જેમાં સૌથી વધુ ગાંધીધામના 11, અંજારના 5, ભુજના 4 અને મુંદરાના 1 દર્દી સ્વસ્થ  થયા છે.આજસુધી કોવિડ રસીનો પહેલો ડોઝ 17,91,672ને અપાયો તે સામે બીજો ડોઝ 17,08,967 લોકોએ રસી લીધો તો પ્રિકોશન ડોઝ લેનારાનો આંક વધતો રહી 2,97,543 થઇ ગયો છે.વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com   

Crime

© 2022 Saurashtra Trust