રવિવારે કોઠારામાં મહા આરોગ્ય શિબિર યોજાશે

નલિયા, તા. 13 : અબડાસામાં આરોગ્ય સેવા અપૂરતી હોતાં ગંભીર બિમારીમાં જરૂરતમંદ લોકોને ભુજ-માંડવી કે દૂર દૂરના સ્થળે નિદાન સારવાર માટે જવું પડે છે ત્યારે કોઠારા ગામે સુપર સ્પેશિયાલિસ્ટ વિવિધ?રોગોના તબીબોની સેવા ઉપલબ્ધ બને તે હેતુથી તા. 14/8 રવિવારે સવારે 9.30 કલાકે મહા આરોગ્ય શિબિરનું આયોજન કરાયું છે. બ્રહ્મલીન કલ્યાણદાસ બાપુની સ્મૃતિમાં યોજાનારી આ શિબિરમાં ડિવાઇન કચ્છ લાઇફ કેર હોસ્પિટલ-ભુજ, જનકલ્યાણ મેડિકલ સોસાયટી-માંડવી, કચ્છ જિલ્લા અંધજન મંડળ-ભુજના સુપર સ્પેશિયાલિસ્ટ તબીબો માનદ સેવા આપશે.  હૃદયરોગ, મગજના તમામ પ્રકારના રોગો, કેન્સર, પેશાબના દર્દો, કાન-નાક-ગળા-આંખ વગેરે ઉપરાંત ક્રિટીકલ કેર (તમામ બિમારી) સહિત અનેક રોગોનાં નિષ્ણાત તબીબો સેવા આપશે. એક્સ-રે, લેબોરેટરી, જરૂરતમંદને દવા અને ઓપરેશનલાયક જરૂરતમંદ દર્દીઓનાં કોઇપણ?પ્રકારના ઓપરેશન નિ:શુલ્ક કરાવી અપાશે. કોઠારા જૂથ ગ્રામ પંચાયત અને કોઠારા યુવા ગ્રુપ આયોજિત આ મહા શિબિરમાં તમામ પ્રકારના દર્દીઓ આવકાર્ય છે. આ પ્રકારની શિબિર સૌપ્રથમ વખત યોજાઇ રહી છે. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com  

Crime

© 2022 Saurashtra Trust