કાલે કચ્છમિત્ર ગૌરવ એવોર્ડ વિતરણ સમારંભ

ભુજ, તા. 5 : કચ્છમિત્રના અમૃત પર્વ ઉજવણીના ભાગરૂપે જાહેર થયેલો કચ્છમિત્ર ગૌરવ એવોર્ડ સમારંભ રવિવાર તા. 7મીએ સવારે 10 વાગ્યે શ્રી મુક્તજીવન સ્વામીબાપા મહિલા કોલેજ સભાગૃહમાં આયોજિત થયો છે. ફક્ત આમંત્રિતો માટેના જ આ કાર્યક્રમમાં પત્રકારિત્વ ઉપરાંત કટાર લેખન, વિજ્ઞાપન અને વિતરણ ક્ષેત્રે સારી કામગીરી કરનાર અને એવોર્ડ માટે નોમિનેશન નોંધાવનાર પૈકી આઠ એવોર્ડ એનાયત કરવામાં આવશે.તદ્ઉપરાંત કચ્છમિત્રની 75 વર્ષની સફર દરમ્યાન ત્રણ દાયકા કરતાં વધુ સમયથી આજ સુધી સંકળાયેલા વરિષ્ઠ પ્રતિનિધિઓ, વિજ્ઞાપન-વિતરણ એજન્ટોનું પણ વિશેષ સન્માન કરવામાં આવશે. એવોર્ડ વિજેતાને ટ્રોફી સાથે રૂા. દસ હજારનું ઇનામ આપવામાં આવશે.કાર્યક્રમ માટે કચ્છમિત્ર પરિવારનો ઉત્સાહ વધારવા ટ્રસ્ટી હાર્દિકભાઇ મામણિયા અને જન્મભૂમિ પત્રોના મુખ્ય તંત્રી-સીઇઓ કુન્દનભાઇ વ્યાસ ખાસ ઉપસ્થિત રહેશે. મુખ્ય મહેમાન પદે તેમના બંને ઉપરાંત કચ્છ યુનિવર્સટીના કુલપતિ જયરાજસિંહ જાડેજા રહેશે. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com