ક્રીકમાંથી એક પાકિસ્તાની સહિત પાંચ બોટ ઝડપાઇ

ક્રીકમાંથી એક પાકિસ્તાની સહિત પાંચ બોટ ઝડપાઇ
ભુજ, તા. 5 : સપ્ટેમ્બર મહિનામાં માછીમારીની સત્તાવાર મોસમના આરંભ સાથે પાકિસ્તાનની માછીમારી ઘૂસણખોરી પણ ધમધમવા લાગી છે.  આજે વહેલી સવારે સીમા સુરક્ષા દળે કુખ્યાત હરામી નાળા વિસ્તારમાંથી પાંચ પાકિસ્તાની માછીમારી બોટ સાથે એક પાકિસ્તાનીને ઝડપી લીધો હતો.સીમા સુરક્ષા દળની સત્તાવાર યાદી મુજબ આજે સવારે દળની પેટ્રોલિંગ પાર્ટીને હરામી નાળા વિસ્તારમાં પાકિસ્તાની હિલચાલ કળાઇ હતી. જળ સીમાની ભારતીય બાજુએ માછીમારી કરતી આ પાકિસ્તાની બોટોને ઝડપી લેવા તાબડતોબ ઘેરો ઘલાયો હતો અને ઓપરેશન હાથ ધરાયું હતું. સીમા દળના આ ઓપરેશનમાં પાકિસ્તાની માછીમારો બોટ છોડીને કીચડમાં નાસી ગયા હતા, પણ એક પાકિસ્તાનીને ઝડપી લેવામાં સીમા દળને સફળતા મળી હતી.  ઝડપાયેલી બોટોમાંથી માછીમારીના સાધનો સિવાય કોઇ વાંધાજનક વસ્તુઓ મળી ન હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. મોડી સાંજે સીમા દળ દ્વારા ઝડપાયેલા પાકિસ્તાની માછીમારની ઓળખ છતી થઇ હતી.  વર્તુળોના જણાવ્યા મુજબ 40 વર્ષની વયનો આ પ્યાર અલી થટ્ટા જિલ્લાના જામપીનો રહેવાસી નીકળ્યો છે. તેને ભુજ લાવીને જેઆઇસીમાં પૂછપરછ હાથ ધરાશે. આ પૂછપરછમાં પ્યારઅલી દ્વારા અપાયેલી વિગતોની ખરાઇ કરાશે.વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

Crime

© 2022 Saurashtra Trust