અંજારની તિજોરી કચેરીમાંથી 24 લાખની ચોરીથી ચકચાર

અંજારની તિજોરી કચેરીમાંથી 24 લાખની ચોરીથી ચકચાર
ગાંધીધામ, તા. 5 : અંજારની પ્રાંત કચેરીના પ્રાંગણમાં આવેલી પેટા તિજોરી કચેરીમાં ઘૂસી તસ્કરોએ સ્ટ્રોંગ રૂમનાં તાળાં તોડયાં હતાં. આ રૂમમાં રાખવામાં આવેલા આર.ટી.ઓ. અંજાર કચેરીના રોકડા રૂા. 23,56,925 તથા મામલતદાર કચેરી દ્વારા રાખવામાં આવેલા જેસલ-તોરલ સમાધિ મંદિરના 136 દાગીના એમ કુલ રૂા. 24,11,925ની ચોરી કરી નિશાચરો નાસી ગયા હતા. ચોરીના આ બનાવના પગલે ટ્રેઝરી કચેરી, આર.ટી.ઓ. તથા પોલીસમાં દોડધામ થઇ પડી હતી, તો સમગ્ર જિલ્લામાં ભારે ચકચાર પ્રસરી હતી. અંજારની પ્રાંત કચેરીનાં પ્રાંગણમાં આવેલી પેટા તિજોરી કચેરીમાં તાલુકાની જુદી જુદી સરકારી કચેરીઓનાં નાણાંની પેટીઓ, વેલ્યુએબલ આર્ટિકલ બોક્ષ, વેલ્યુએબલ કેસ બોક્ષ, ચૂંટણી પેટી જેવા મહત્ત્વના દસ્તાવેજો વગેરે સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવતા હોય છે. આ કચેરીમાં ફરજ બજાવતા ટ્રેઝરી અધિકારી દર્શનાબેન વિશાલકુમાર વૈદ્યે ગઇકાલે સાંજે ઘરે જતાં પહેલાં સ્ટ્રોંગ રૂમની ચકાસણી કરી હતી. આ રૂમને સીલ કરી હાજર ગાર્ડ પ્રવીણ સારંગભાઇની ટ્રેઝરી ગાર્ડ રજિસ્ટરમાં સહી લીધી હતી અને એક ચાવી પોતાની પાસે રાખી હતી તેમજ એક ચાવી સિનિયર ઇન્ચાર્જ ક્લાર્ક અમૃતલાલ બાંભણિયાને આપી હતી અને તમામ કર્મીઓ પોતાના ઘરે ચાલ્યા ગયા હતા. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

Crime

© 2022 Saurashtra Trust