ઇ - ફરિયાદનું સતત નિયંત્રણ કરાશે, સાથે સાથે કાર્યવાહી ન કરનારા શિક્ષાને પાત્ર પણ થશે

ઇ - ફરિયાદનું સતત નિયંત્રણ કરાશે, સાથે સાથે કાર્યવાહી ન કરનારા શિક્ષાને પાત્ર પણ થશે
ભુજ, તા. 5 : પોલીસ સ્ટેશન ગયા વગર કોઇપણ વ્યક્તિ મોબાઇલ કે વાહનચોરી અંગે ઓનલાઇન ફરિયાદ કરી શકે તે માટે સરકાર દ્વારા ઉપલબ્ધ ઇ - એફ.આઇ.આર. સુવિધાનો ઉપયોગ કરવાની અપીલ સરહદી રેન્જના પોલીસ મહાનિરીક્ષક જે. આર. મોથાલિયાએ કરી હતી. અહીં અદાણી મેડિકલ કોલેજના લેકચર હોલમાં જી.કે. જનરલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજના ઉપક્રમે અને સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના સહયોગથી વિદ્યાર્થીઓને ઇ-ફરિયાદ જનજાગૃતિ કાર્યક્રમમાં બોલતાં શ્રી મોથાલિયાએ વધુમાં કહ્યું કે, આ ફરિયાદને પગલે તત્કાળ મોનિટરિંગ કરાશે અને નિર્ધારિત સમયમાં કાર્યવાહી નહીં થાય તો શિક્ષાની પણ જોગવાઇ?છે અને બીજીતરફ જો કોઇ ખોટી ફરિયાદ લખાવશે તો તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

Crime

© 2022 Saurashtra Trust