ઈતિહાસ સાક્ષી છે સંહાર માટે દેવીનું અવતરણ

ઈતિહાસ સાક્ષી છે સંહાર માટે દેવીનું અવતરણ
ભુજ, તા. 5 : નારીવંદન ઉત્સવ અંતર્ગત આજે ભુજ ખાતે રાજ્યકક્ષાના મહિલા કર્મયોગી દિવસની ઉજવણી પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ રાજ્યમંત્રી કીર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી. કચ્છમાં વિવિધ ક્ષેત્રમાં ઉત્તમકાર્ય પ્રદાન કરનાર 29 કર્મયોગી મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. રાજ્યમંત્રીએ મહિલાશક્તિને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે મહિલાઓના આરોગ્ય, શિક્ષણ, રોજગાર વગેરેની ચિંતા સરકાર કરી રહી છે. જેના કારણે મહિલા શક્તિકરણ વધુ વેગવાન બન્યું છે. તેમણે મહિલાઓને સરકાર દ્વારા ચલાવાતી યોજનાઓનો વધુમાં વધુ લાભ લઈને રાજ્યના વિકાસને આગળ ધપાવવામાં યોગદાન આપવા અનુરોધ કર્યો હતો.વડાપ્રધાને રાજ્યમાં જનઆંદોલન ચલાવીને દીકરીઓને જન્મનો અધિકાર અપાવ્યો છે. સમાજમાં દીકરી જન્મથી પીડા અનુભવતા લોકોમાં જાગૃતતા લાવી છે. જેના કારણે જ દીકરીનો જન્મ રેશિયો વધ્યો છે. મહિલાઓને દેવીશક્તિ ગણાવતા તેમણે ઉમેર્યું હતું કે ભારતની સંસ્કૃતિમાં શિવ-શક્તિની પૂજા એક સાથે થાય છે. આપણે દેવીઓની ખાસ પૂજા કરીએ છીએ. ઈતિહાસ ગવાહ છે કે જ્યારે વિશ્વમાં આસુરી શક્તિમાં વૃદ્ધિ થઈ છે. ત્યારે તેના સંહાર માટે દેવીનું અવતરણ થયું છે. તેવું તેમણે જણાવ્યું હતું. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

© 2023 Saurashtra Trust