ગાંધીધામ પાલિકામાં શાસક પક્ષના જ વાસણ ખખડયાં

ગાંધીધામ પાલિકામાં શાસક પક્ષના જ વાસણ ખખડયાં
ગાંધીધામ, તા. 5 : અહીંની નગરપાલિકાની સામાન્ય સભા સત્તાપક્ષના નારાજ કાઉન્સિલરોની નારાજગી અને ભારે ખેંચતાણ સાથે યોજાઇ હતી. 173 પૈકીનો 158 નંબરનો એજન્ડા સર્વાનુમતે રદ કરવામાં આવ્યો હતો. બેઠકમાં કેટલાક નગરસેવકોની નારાજગી ભારોભાર બહાર આવી હતી. અલબત્ત, આ સ્થિતિનો વિપક્ષ કોંગ્રેસ ખાસ લાભ લઇ શક્યો નહોતો.પાલિકાની આજે યોજાયેલી સામાન્ય સભાની શરૂઆતમાં જ પાલિકા પ્રમુખ ઇશિતાબેન ટીલવાણીએ એજન્ડા નંબર 158 પાલિકાના અધિકારીઓ, કર્મચારીઓની કામગીરી અંગે ચર્ચા-વિચારણા કરી નિર્ણય લેવા અંગેનો આ એજન્ડા હાલમાં મુલતવી રાખવા જણાવ્યું હતું, જેથી વિરોધપક્ષના નેતા સમીપ જોશી તથા અમિત ચાવડાએ ઊભા થઇને આ એજન્ડાને મુલતવી નહીં રદ કરવાની માંગ કરતાં સત્તાપક્ષના નગરસેવકોએ તાળીઓ પાડી હતી. સત્તાપક્ષના નગરસેવકોએ પણ આ એજન્ડાનો વિરોધ કરતાં અંતે સર્વાનુમતે આ મુદ્દાને રદ કરવામાં આવ્યો હતો. અગાઉની સભાની મિનિટ્સને બહાલી આપવા મુદ્દે ઉપપ્રમુખ બળવંત ઠક્કરે વિરોધ દર્શાવ્યો હતો અને વિથ ચેરના મુદ્દા અંગે કાયદા પ્રમાણે કામ કરવાની માંગ કરી હતી. પક્ષ અને નગરસેવકોને વિશ્વાસમાં લઇને એજન્ડા નખાય છે અને કામ કરાય છે તેવું પ્રમુખે જણાવતાં વિરોધપક્ષે વિરોધ કર્યો હતો. દરમ્યાન ઉપપ્રમુખે આ પાલિકાની બોર્ડ બેઠક છે, પક્ષની બેઠક નથી. બધાને અંધારામાં રાખીને કામ કરાય છે. કોઇ એક વિસ્તારનાં  કામ નથી કરવાના, સમગ્ર સંકુલનાં  કામ કરવાના છે. અમે અહીં અંગૂઠા મારવા નથી બેઠા તેવું જણાવ્યું હતું.  વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

Crime

© 2022 Saurashtra Trust