કુશ્તીમાં ગૂડ ફ્રાઇડે : બજરંગ, સાક્ષીને સુવર્ણ
બર્મિંગહામ, તા. 5 : કોમનવેલ્થ રમતોમાં ભારતીય પહેલવાનો માટે શુક્રવાર શુકનવંતો સાબિત થયો હતો. ઓલિમ્પિક ચંદ્રક વિજેતા પહેલવાન બજરંગ પુનિયાએ કાંડાનું કૌવત બતાવતાં કુશ્તીમાં ફાઇનલ મુકાબલો જીતીને ભારતને સુવર્ણ ચંદ્રક અપાવ્યો હતો, તો સાક્ષી મલિકે પણ સુવર્ણ ચંદ્રક જીત્યો હતો.ત્યારબાદ 23 વર્ષીય દીપક પુનિયાએ પણ પાકિસ્તાની પહેલવાનને પછાડતાં સુવર્ણ જીતી લીધો હતો.રાષ્ટ્રકુળ રમતોના આઠમા દિવસે પહેલીવાર કોમનવેલ્થ રમી રહેલી 21 વર્ષીય ભારતીય પહેલવાન અંશુ મલિકે રજત ચંદ્રક જીત્યો હતો. દિવ્યા કાકરાને ટોંગાની ટાઈગર લિલી કોકર લેમાલીને બાયફોલ મારફતે 2-0થી હાર આપી, કાંસ્ય ચંદ્રક જીત્યો હતોબર્મિંગહામમાં ભારતનો આજે કુશ્તીમાં પ્રથમ અને કુલ નવ સુવર્ણચંદ્રક થયા છે. ઉપરાંત આઠ રજત અને આઠ કાંસ્ય સહિત ભારતને કુલ 25 ચંદ્રક મળી ચૂક્યા છે.બજરંગે 65 કિલોભાર વર્ગની ફાઇનલમાં કેનેડાના એલ. મેક્લિનને 9-2થી હાર આપી હતી, તો સાક્ષીએ મહિલાઓના 62 કિલોભાર વર્ગની ફાઇનલમાં કેનેડાની ગોડિનેજ ગોંજાલેજને પિન કોલ મારફતે મહાત આપી હતી. દીપક પુનિયાએ 86 કિલો ફ્રી સ્ટાઈલ કુશ્તીમાં પાકિસ્તાનના મોહમ્મદ ઈનામને 3-0થી હાર આપી હતી.અંશુ મલિક પ7 કિલોવર્ગના ફાઇનલમાં નાઇજીરિયાની ખેલાડી સામે હારી હતી. જેથી રજત ચંદ્રકથી સંતોષ માનવો પડયો હતો. આ પહેલાં સેમિફાઈનલમાં પુનિયાએ ઇંગ્લેન્ડના રેસલર જોર્જ રેમને ફકત બે મિનિટની અંદર 10-0થી ચિત્ત કરી દીધો હતો અને ફાઇનલમાં જગ્યા બનાવી હતી.વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com