શ્રેણી કબજે કરવાનું ટીમ ઇન્ડિયાનું લક્ષ્ય

તા.પ: ટીમ ઇન્ડિયા અહીં શનિ-રવિવારે ઉપરાઉપરી બે ટી-20 મેચથી વેસ્ટ ઇન્ડિઝ વિરૂધ્ધની શ્રેણીની ચોથી અને પાંચમી મેચ રમવા માટે ખેલાડીઓ મેદાને પડશે. ટીમ ઇન્ડિયાનું લક્ષ્ય પાંચ મેચની શ્રેણી કબજે કરવા પર અને આગામી ટી-20 વિશ્વ કપની તેની ઇલેવનને અંતિમ રૂપ આપવાનું હશે. ભારતીય ટીમ હાલ 2-1થી આગળ છે. શનિવારે રમાનારી મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 8-00 વાગ્યાથી શરૂ થશે. અમેરિકાની ધરતી પર રમાનાર આ બન્ને મેચમાં પસંદગીકારોની નજર મીડલ ઓર્ડર બેટર શ્રેયસ અય્યરના દેખાવ પર રહેશે. કારણ કે તેની ટી-20 વિશ્વ કપની જગ્યા મુશ્કેલ બની રહી છે. બીજી તરફ દીપક હુડ્ડા તકનો સારો ફાયદો લઇ રહ્યો છે. આથી શ્રેયસ પર દબાણ વધ્યું છે.એશિયા કપમાં વિરાટ કોહલી અને કેએલ રાહુલની વાપસી નિશ્ચિત માનવામાં આવી રહી છે. આથી શ્રેયસને બહાર બેસવું પડી શકે છે. શ્રેણીના ત્રણ મેચમાં તે શૂન્ય, 11 અને 24 રન કરી શકયો છે. તે ઝડપી બોલરોના ઉછાળ લેતા દડા સામે અસહજ નજરે પડી રહ્યો છે. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com  

Crime

© 2022 Saurashtra Trust