4 બાય 400 મીટર રેસમાં ભારતીય પુરુષ ટીમ ફાઇનલમાં

બર્મિંગહામ, તા.પ: કોમનવેલ્થ ગેમ્સ-2022માં પુરુષોની 4 બાય 400 મીટરની રેસમાં ભારતીય ટીમ ફાઇનલમાં પહોંચી ગઇ છે. મોહમ્મદ અનસ, નૂહ નિર્મલ ટોમ, મોહમ્મદ અજમલ અને આમોજ જેકબી ભારતીય ટીમે હીટ-બેમાં બીજા સ્થાને રહીને ફાઇનલ માટે કવોલીફાઇ કર્યું હતું. ભારતીય ટીમે 3 મિનિટ અને 6.97 સેકન્ડમાં આ રેસ પૂરી કરી હતી.મહિલા ટેબલ ટેનિસમાં ગોલ્ડ કોસ્ટમાં ગોલ્ડ મેડલ જીતનાર માણિકા બત્રા કવાર્ટર ફાઇનલમાં પહોંચી છે. આજે માણિકાએ રાઉન્ડ-16ના મેચમાં ઓસ્ટ્રેલિયન ખેલાડી મિન્હયુંગને 4-0થી હાર આપી હતી. માણિકાનો સ્કોર 11-4, 11-8, 11-6 અને 12-10 રહ્યો હતો.કુસ્તીમાં ઓલિમ્પિક મેડલીસ્ટ ભારતીય પહેલવાન બજરંગ પૂનિયાએ 6પ કિલો વર્ગના રાઉન્ડ-16માં નાઉરુના રેસલર લોવ બિંધલને 10-0થી પછડાટ આપીને કવાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી હતી. જયાં તેની ટકકર મોરેશિયસના જીન બાંડુ સામે થશે. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com  

Crime

© 2022 Saurashtra Trust