આરબીઆઇએ ફરી રેપોદર વધાર્યો; લોન મોંઘી થશે

નવી દિલ્હી, તા. 5 : વધી રહેલી મોંઘવારીથી ચિંતિત ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઈ)એ રેપોદર 4.90 ટકામાંથી 0.50 ટકા વધારીને 5.40 ટકા કરી નાખ્યો છે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે શુક્રવારે પત્રકાર પરિષદમાં આ અંગે જાણકારી હતી.રેપોરેટમાં વધારાના આ નિર્ણયના પગલે ગૃહ, વાહન ધિરાણ તેમજ પર્સનલ લોન મોંઘી બનશે, મતલબ એ થયો કે, હવેથી ઈએમઆઈ (સમાન માસિક હપ્તા)ની રકમ વધી જશેબીજીતરફ આરબીઆઈએ ચાર મહિનામાં ત્રીજીવાર એકવાર રેપોરેટમાં વધારો કરતાં મોદી સરકાર કમસેકમ હવે પછીના ત્રિમાસિકમાં નાની બચતની યોજનાઓના વ્યાજદરોમાં વધારો કરે તેવી પણ શક્યતા છે. આજના વધારા સાથે છેલ્લા ચાર મહિનામાં રેપોદર 1.40 ટકા વધી ચૂક્યો છે. લગભગ બે વર્ષ સુધી ચાર ટકા પર ટકી રહ્યા પછી હવે રેપોરેટ 5.40 ટકા પર પહોંચી ગયો છે. ચાલુ નાણાકીય વર્ષમાં વિદેશી રોકાણકારો 13.3 અબજ ડોલર પાછા ખેંચી ચૂક્યા છે.આ સંબંધમાં ત્રીજી ઓગસ્ટથી આર્થિક નીતિ સમિતિની બેઠક ચાલી રહી હતી. આમ, ત્રણ દિવસ મંથનના અંતે રેપોદરમાં વધારો કરાયો છે. ફેંસલાની જાણકારી આપતાં રિઝર્વ બેન્કના ગવર્નર દાસે જણાવ્યું હતું કે, વૈશ્વિક આર્થિક સ્થિતિની અસર સ્વાભાવિકરૂપે ભારતીય અર્થવ્યવસ્થા પર થઈ છે. જો કે, શહેરી માંગમાં સુધારો દેખાઇ રહ્યો છે. બહેતર ચોમાસાથી ગ્રામીણ માંગમાં પણ વધારો થઇ શકે છે. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com  

Crime

© 2022 Saurashtra Trust