મેંઘવારીના વિરોધમાં કોંગ્રેસનું હલ્લાબોલ

નવી દિલ્હી, તા.પ : મોંઘવારી, બેરોજગારી અને જીએસટીના વિરોધમાં શુક્રવારે કોંગ્રેસે કાળી કૂચ (બ્લેક માર્ચ) એટલે કે કાળા વત્રો ધારણ કરીને સડકથી સંસદ સુધી વિરોધ પ્રદર્શન યોજયુ હતુ. કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીએ સંસદમાં વિરોધની આગેવાની લીધી તો રાહુલ અને પ્રિયંકા ગાંધીએ બહાર મોરચો સંભાળ્યો હતો. કોંગ્રેસના નેતાઓએ કેન્દ્ર સરકાર વિરૂદ્ધ નારેબાજી કરી હતી. સંસદ પરિસરમાં કેટલાક કોંગ્રેસી નેતાઓએ ગળામાં લિંબુ-મરચાં-કાકડી સહિત શાકભાજીની માળા ધારણ કરી હતી.રાહુલ ગાંધી સહિત કોંગ્રેસી નેતાઓ રાષ્ટ્રપતિ ભવન સુધી કૂચ માટે નિકળતાં પોલીસે તેમને વિજય ચોક ખાતે રોકી અટકાયત કરી હતી. પીએમ નિવાસને ઘેરવા નિકળેલા પ્રિયંકા ગાંધી આડશો પર ચઢી આગળ વધતાં અને  સ્થળ પર જ ધરણાં પર બેસી જતાં તેમને પણ કસ્ટડીમાં લેવાયા હતા.વાયરલ વીડિયોમાં પોલીસ સ્થળ પર જ ધરણાં પર બેસી જતાં તેમને પણ કસ્ટડીમાં લેવાયા હતા.વાયરલ વીડિયોમાં પોલીસ કર્મીઓ પ્રિયંકા ગાંધીને ઉઠાવીને પોલીસવેનમાં લઈ જતાં અને તેઓ પોતાને છોડવવા પ્રયાસ કરતાં જોવા મળે છે.વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com  

Crime

© 2022 Saurashtra Trust