કચ્છને કુદરતી આફત મરણ સહાયમાં અન્યાય

ભુજ, તા. 5 : મરણ સહાય જેવી બાબતમાં પણ?કચ્છને અન્યાય થતો હોવા અંગે પશુપાલકોમાં નારાજગીનો સૂર ઊઠયો છે. વરસાદી પૂર જેવી કુદરતી આફતમાં ગાય-ભેંસ મૃત્યુ પામ્યા, તેમની કચ્છમાં 30 હજાર જ્યારે જામનગરમાં 50 હજાર સહાય ચૂકવાઇ, આવો ભેદભાવ શા માટે તેવા સવાલ ઊઠયા છે.માનવમરણ સહાયમાં પણ વિસંગતતા ઊડીને આંખે વળગે એવી હોવાનું જણાવતાં જાણકારોએ જણાવ્યું કે, કુદરતી આફતમાં ચાર લાખ મરણ સહાય, ભૂકંપ વખતે એક લાખ જ્યારે કોરોના મૃતકો અંગે રૂા. 50 હજાર મરણ સહાય અપાઇ.આ ચોમાસામાં કચ્છમાંથી 893 પશુમરણના પ્રાથમિક રિપોર્ટ જિલ્લા પંચાયત ખાતે પહોંચ્યા હતા, જેમાંથી સરકારી માર્ગદર્શિકામાં ન આવતી 761 દરખાસ્ત નામંજૂર કરાઇ હતી. બાકીની અધૂરાશોની પૂર્તતા માટે પરત કરાઇ છે. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com  

Crime

© 2022 Saurashtra Trust