ગાંધીધામમાં 15 સહિત 32 કેસ નોંધાયા

ભુજ, તા. 5 : કચ્છમાં શુક્રવારે શહેરી વિસ્તારના 20 તેમજ ગ્રામ્ય ક્ષેત્રના 12 મળી 32 કેસ નોંધાતાં તેની સામે આઠ સ્વસ્થ થતાં એક્ટિવ કેસમાં ઉછાળો આવી 112 થઇ ગયા છે.શહેરી વિસ્તારમાં સૌથી વધુ 15 કેસ ગાંધીધામ શહેરના અને એક ગ્રામ્ય સહિત તાલુકામાં 16 કેસ નોંધાયા છે.અંજારમાં બે અને તાલુકાના પાંચ સહિત કુલ સાત તો ભુજમાં 1 અને તાલુકાના 4 સહિત પાંચ, જ્યારે મુંદરા અને રાપરમાં એક-એક કેસ તો ગ્રામ્ય ક્ષેત્રમાં ભચાઉમાં એક કેસ નોંધાયો. લખપતમાં દિવસો બાદ એક કેસ દેખાયો છે. આઠ દર્દી સ્વસ્થ થયા તેમાં ચાર ગાંધીધામના, ત્રણ ભુજના અને એક અંજારના છે.આજે જિલ્લાભરમાં 7526 રસીના ડોઝ અપાયા હતા. પહેલા ડોઝના કુલ લાભાર્થીનો આંક 17,90,555 તો બીજો ડોઝ 17,08,306 લોકોએ લીધો હતો. તો ત્રીજો પ્રિકોશન ડોઝ 2,87,676ને અપાયો હોવાનું સત્તાવાર યાદીમાં જણવાયું છે.વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com  

Crime

© 2022 Saurashtra Trust