અમેરિકામાં ચાર વર્ષના કચ્છી બાળકનાં પુસ્તકની પ્રશંસા
ભુજ, તા. 5 : લખવા, વાંચવાની વાત તો ઘણી દૂર કહેવાય, પરંતુ અક્ષરોને ઓળખવા જેટલી બુદ્ધિ પણ આવી ન હોય કે ભાગ્યે જ આવી હોય તેટલી ચાર વર્ષની નાનકડી વયે પુસ્તક લખીને અમેરિકીઓને મુગ્ધ કરી દેતાં મૂળ નલિયાવાસી પરિવારના બાળક સમીરે કચ્છનો ડંકો વગાડીદીધો છે.અમેરિકાના ફલોરિંગ રાજ્યના ઓરલાન્ડોમાં વસતા ઝલીના રોહનકુમાર જાનીના ચાર વર્ષીય પુત્રએ માતાની મદદથી ચિલ્ડ્રન્સ બુકની એકોવેલ્લ શ્રેણી લખી છે. તાજેતરમાં જ ઓરલાન્ડોમાં આયોજિત એક બિઝનેસ ફેરમાં કચ્છી કુટુંબના `બાળ લેખક' સમીરનાં સર્જનને જબ્બર પ્રતિસાદ મળ્યો હતો.હાલ હૈદરાબાદ વસતા અને ભુજના સ્વામિનારાયણ વિદ્યાલયમાં ભણેલા સમીરના દાદા દીપક ચંદુલાલ જાનીએ ગૌરવની લાગણી સાથે જણાવ્યું હતું કે, દોઢ સદી જૂનાં `ઓરલાન્ડો સેન્ટિનેંટલ સહિત અખબારોએ સમીરની સિદ્ધિની નોંધ લીધી હતી.વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com