પ્રતાપનગરમાં 66 કે.વી. સબ સ્ટેશનમાં તસ્કરો ત્રાટકયા

ભુજ, તા. 5 : મુંદરા તાલુકાના  પ્રતાપનગરમાં તસ્કરોએ  લાખોની ચોરીના બનાવને અંજામ આપી  વીજ તંત્રને ઝટકો આપ્યો હતો. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ આ બનાવ  66 કે.વી સબ સ્ટેશન પાસે ગત તા. 3ના સાંજે 8 વાગ્યાથી તા. 4ના સવારે 7 વાગ્યાના અરસામાં  રાત વચ્ચે બન્યો હતો. તસ્કરો 66 કેવી સબ સ્ટેશનના ટાવરના લોખંડના અલગ અલગ મેમ્બર પાર્ટ તફડાવી ગયા હતા. ચાર ટન વજન ધરાવતા સાધનોની  કીમત રૂ. 2.33 લાખ  આંકવામાં આવી છે.  ગઈકાલે સવારે ચોરીનો બનાવ પ્રકાશમાં આવતા ભારે દોડધામ થઈ પડી હતી. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com   

Crime

© 2022 Saurashtra Trust