શ્રાવણમાં શિવાલયો આસપાસ સફાઇ, વીજળી, પાણી પુરવઠો જાળવવા માગણી
ભુજ, તા. 5 : વિશ્વ હિન્દુ પરિષદ પશ્ચિમ કચ્છના કાર્યકારી અધ્યક્ષ ચેતનભાઇ ઠાકરે જણાવ્યું હતું કે, વેદિક સનાતન હિન્દુ ધર્મનો પવિત્ર માસ જેમાં સમગ્ર વિશ્વનો હિન્દુ સમાજ ભગવાન શિવની આરાધના કરતો હોય છે તો આ પવિત્ર માસ દરમિયાન કચ્છની વિવિધ નગરપાલિકા અને ગ્રામ પંચાયતોને વિનંતી છે. કે જ્યાં જ્યાં ભગવાન શિવના મંદિરો હોય તેની આજુબાજુ સાફ-સફાઇ દ્વારા સ્વચ્છતા જળવાઇ રહે અને મંદિરના આજુબાજુના વિસ્તારોમાંથી અખાદ્ય વસ્તુનું વેચાણ બંધ થાય તથા વીજળીનો પુરવઠો જળવાઇ રહે અને પાણી પુરવઠો દ્વારા પૂરતા પ્રમાણમાં તમામ જગ્યાએ પાણી મળી રહે એવી માગણી છે. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com