ભુજનો હોસ્પિટલ રોડ વિસ્તાર ગટર મિશ્રિત પાણીથી બીમાર પડે તેવી ભીતિ
ભુજ, તા. 5 : વરસાદી માહોલને પગલે માખી-મચ્છરના વધેલા ઉપદ્રવ વચ્ચે છેલ્લા એકાદ માસથી ભુજનો પોશ વિસ્તાર હોસ્પિટલ રોડ ગટરનાં દૂષિત પાણીથી પરેશાન બન્યો છે. નળ વાટે આવતા દુર્ગંધયુક્ત પાણીને પગલે લોકોને રોજબરોજની ક્રિયાઓ માટે પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોવાની ફરિયાદ ઊઠી છે. સુધરાઈ દ્વારા ક્ષતિ શોધવાની કવાયત હાથ ધરાઈ છે પરંતુ તેમાં હજુ સફળતા સાંપડી નથી. ભુજના હોસ્પિટલ રોડ વિસ્તારમાં લાંબા સમયથી ગટર મિશ્રિત પાણી વિતરણ થવાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. નળ ચાલુ કરતાં જ ગટર મિશ્રિત દુર્ગંધયુક્ત પાણી આવવાથી ટાંકા પણ દૂષિત થઈ રહ્યા છે. ઉપરાંત આ પાણી કોઈ પણ કામમાં ઉપયોગમાં લઈ શકાય તેમ ન હોવાથી રહેવાસીઓને દૈનિક ક્રિયાઓ માટે પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com