અંતે કંડલામાંય પ્રશાસનિક ભવન બંધાશે

ગાંધીધામ, તા. 5 : દીનદયાળ મહાબંદર પ્રાધિકરણનું પ્રશાસનિક ભવન અત્યારે કંડલાથી દૂર ગાંધીધામમાં છે. શિપિંગ મંત્રાલયે તે કંડલા લઇ જવા દોઢેક વર્ષ પહેલાં આદેશ આપ્યો હતો. હવે તે દિશામાં ડીપીએ દ્વારા એક ડગ મંડાયું છે અને કંડલામાં પ્રશાસનિક ભવન બાંધવા તૈયારી કરાઇ છે. 12મીએ મળનારા ડીપીએ બોર્ડમાં તેને મંજૂરી અપાવાની સંભાવના છે.વિશ્વાસપાત્ર સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે ડીપીએની આગામી બોર્ડ બેઠકમાં જુદા જુદા 30 જેટલા એજન્ડા હશે જેમાંથી એક આ પ્રશાસનિક ભવનને લગતો છે.હાલના કંડલા સ્થિત પી એન્ડ સી ભવનની ખસ્તા હાલત હોવાથી તે તોડી પાડીને ત્યાં જ હવે અદ્યતન પ્રશાસનિક ભવન બનશે. કાર્ગો જેટીની બહારના ભાગે 18.50 કરોડના સંભવિત ખર્ચે બનનારા આ નવાં ભવનમાં ચીફ?મિકેનિકલ એન્જિનિયર અને ટ્રાફિક વિભાગનો સ્ટાફ બેસશે. આ નવું ભવન પી એન્ડ સી નહીં પરંતુ પ્રશાસનિક ભવન તરીકે ઓળખાશે.વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com   

Crime

© 2022 Saurashtra Trust