ગૌશાળાને સબસિડી આપવા કરાઈ રજૂઆત
ભુજ, તા. 5 : હાલમાં જ્યારે લમ્પિ નામનો રોગ ગાયોમાં મોટા પ્રમાણમાં ફેલાયો છે ત્યારે કચ્છની અનેક ગૌશાળાઓ અને અનેક સામાજિક સંસ્થાઓ દ્વારા ગાયમાતાની સેવાઓ થઈ રહી છે. આવા કપરા સમયમાં પણ ગૌશાળાઓ સંપૂર્ણપણે પોતાનું યોગદાન આપી રહી છે, ત્યારે ગૌમાતા પોષણ યોજના હેઠળ તમામ ગૌશાળાને - પાંજરાપોળોને સરકાર તરફથી તાત્કાલિક ધોરણે સબસિડી આપવામાં આવે એવી વિશ્વ હિન્દુ પરિષદ કચ્છ વિભાગના મંત્રી કૃષ્ણકાંત પંડયા તથા લક્ષ્મણસિંહ સોઢા, ચન્દુભાઈ રૈયાણી, મહાદેવભાઈ વીરા, કીર્તિભાઈ વગેરેએ કલેક્ટરને મળીને રજૂઆત કરી હતી. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com