કાલે જૈનાચાર્યનું `સિંહ ગર્જના'' વિષયે જાહેર પ્રવચન

કાલે જૈનાચાર્યનું `સિંહ ગર્જના'' વિષયે જાહેર પ્રવચન
ભુજ, તા. 1 : જૈનાચાર્ય યશોવિજયસૂરિશ્વરજી મ.સા.ના ચાતુર્માસ પ્રવેશ પ્રસંગે કચ્છી નૂતન વર્ષે ભુજ તપગચ્છ જૈન સંઘ દ્વારા દાદાવાડીથી સ્વાગતયાત્રા યોજાઈ હતી. આચાર્યશ્રીનું તા. 3 જુલાઈ રવિવારે સવારે 9થી 10.30 દરમ્યાન `સિંહ ગર્જના' વિષય પર જાહેર પ્રવચન યોજાશે.  દસ વર્ષ પહેલાં ભુજમાં ચાતુર્માસ કરી જનારા જૈનાચાર્ય પુન: પધારતાં ભુજમાં દાદાવાડીથી આરંભાયેલી સ્વાગતયાત્રા દરમ્યાન યુવાનોનો ઉત્સાહ-ઉમંગ ખૂબ જોવા મળ્યો હતો. શોભાયાત્રા ભુજના રાજમાર્ગો પર પસાર થઈ રાયવિહારપ્રસાદ, વાણિયાવાડ પહોંચી હતી, વિરાટ ધર્મસભામાં પરિવર્તિત થઈ ગઈ હતી. આ પ્રસંગે ગચ્છનાયક આચાર્ય શ્રી કલ્પતરુસૂરિશ્વરજી મ.સા. અને  આચાર્ય શ્રી મુનિચંદ્રસૂશ્વિરજી  મ.સા. ખાસ ઉપસ્થિત રહી ઉત્સાહને વધાર્યો હતો. વિશાળ માનવમેદનીની ઉપસ્થિતિ વચ્ચે `પરિણિત પરિવર્તન' ચાતુર્માસનો વિધિવત પ્રારંભ થયો હતો. સ્વાગતયાત્રા દરમ્યાન બહેનો દ્વારા ગહુંલી, મંગલદર્શન વગેરે દ્વારા આચાર્યનું ભાવભીનું સ્વાગત કરાયું હતું. મહારાજની વાણીમાં જોમ અને જુસ્સો છે, જે યુવાનો અને ભાવિકોના હૃદય પરિવર્તન કરે છે. આ ચાતુર્માસ દરમ્યાન પૂજ્યશ્રીની વાણીનો લાભ લેવા સૌ ધર્મપ્રેમીઓને તપગચ્છ સંઘ તરફથી અનુરોધ કરવામાં આવ્યો હતો. પૂજ્યશ્રીના પ્રવચનો રોજ સવારે 7.1પથી 8.1પ દરમ્યાન જૈન વંડે રાખવામાં આવ્યા છે. 13 જુલાઈથી નિયમિત પ્રવચનનો પ્રારંભ થશે. સોમથી શનિ પ્રવચનો અલગ-અલગ સ્થાનોમાં યોજાશે. રવિવારથી પુનક પ્રવચનો જૈન વંડામાં યોજાશે.  ચાતુર્માસ પ્રવેશ પ્રસંગે મુંબઈ, અમદાવાદ, ગાંધીધામ, રાજકોટ, મોરબી, માંડવી, વેરાવળ, જૂનાગઢ આદિ અનેક સ્થળોથી ભાવિકજનો આવ્યા હતા. આજના પ્રસંગ માટે સંઘના ટ્રસ્ટી મંડળ, યુવા ગ્રુપ, મહિલા મંડળોએ દિવસોથી મહેનત કરી હતી. સ્વાગતયાત્રા તેમજ પ્રવચન સમયે ભુજના સર્વે સંઘના પદાધિકારીઓ-આગેવાનો હાજર રહ્યા હતા. 

Crime

© 2022 Saurashtra Trust