જય રણછોડના નાદથી ભુજના માર્ગો ગાજ્યા

જય રણછોડના નાદથી ભુજના માર્ગો ગાજ્યા
ભુજ તા. 1 :  નરનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષ્યમાં અહીંના સ્વામિનારાયણ મંદિર દ્વારા આષાઢી બીજ નિમિત્તે યોજાયેલી ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં બહોળી સંખ્યામાં ભાવિકો ઊમટયા હતા. અને માર્ગો `જય રણછોડ'ના નારા સાથે ગુંજી ઊઠયા હતા.ત્રીસ ફૂટ અને બાવીસ ફૂટ લાંબા રથમાં બિરાજમાન ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજીનું વિધિવત્ પૂજન કરી રથયાત્રાને ભુજ મંદિરના મહંત સદગુરુ સ્વામી ધર્મનંદનદાસજીના હસ્તે પ્રસ્થાન કરાવાયું હતું. ઉપમહંત સ્વામી ભગવદ્જીવનદાસજી, પાર્ષદ કોઠારી જાદવજી ભગત, પુરાણી સ્વામી પ્રેમપ્રકાશદાસજી, ભુજ મંદિરના કોઠારી દેવપ્રકાશદાસજી, આદિ વડીલ સંતો, ભુજ મંદિરના મુખ્ય કોઠારી મૂળજીભાઈ શિયાણી, ઉપકોઠારી જાદવજીભાઈ ગોરસિયા, સલાહકાર સમિતિના રામજીભાઈ વેકરિયા, ટ્રસ્ટી શશિકાંત ઠક્કર વિગેરે પૂજનવિધિમાં જોડાયા હતા. જ્યારે બહેનોના રથનું પૂજન સા.યો. બાઈઓએ કર્યું હતું.મંદિરેથી નીકળેલી આ રથયાત્રા શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફરી હતી. આ પ્રસંગે લેવા પટેલ કન્યા વિદ્યાલય - કચ્છી લેવા પટેલ સમાજના ત્રણે પાંખના કાર્યકર્તાઓ, રાજકીય ક્ષેત્રના અગ્રણીઓ, પૂર્વ મંત્રી વાસણભાઇ આહીર, જિલ્લા પ્રમુખ કેશુભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારા, ભુજના નગરપતિ ઘનશ્યામભાઈ ઠક્કર, કચ્છ કુરિયન વલમજીભાઈ હુંબલ,તાલુકા પંચાયતના પ્રમુખ મંજુલાબેન ભંડેરી, જિલ્લા સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામી, કોંગ્રેસના રાજેન્દ્રસિંહ જાડેજા, કિશોરદાન ગઢવી,કન્યા વિદ્યામંદિરના મુખ્ય દંડક પ્રવીણભાઈ પીંડોરિયા, પટેલ સમાજના અગ્રણીઓ અરજણભાઈ પીંડોરિયા, રામજીભાઈ સેંઘાણી, મનજીભાઈ પીંડોરિયા વિગેરે મહાનુભાવો એ પૂજનનો લાભ લીધો હતો. આ રથયાત્રા અંતિમ પડાવે મંદિર ખાતે મહંત સ્વામી ધર્મનંદનદાસજી, યજમાન  ધનજીભાઈ વેલજી ભુડિયા પરિવાર (સુખપર, હાલે ઈસ્ટ લંડન) દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું, જ્યારે રથ બનાવનાર માધાપર ગામના દરેક સેવાશ્રમ હરિભકતો વતી અરજણ વેલજી ભુડિયાને સન્માનવામાં આવ્યા હતા. આ રથ યાત્રા ને સફળ બનાવવા મહોત્સવ સમિતિ ના સ્વામી શુકદેવસ્વરૂપદાસજી,  દિવ્યસ્વરૂપદાસજી, નારાયણમુનીદાસજી,વિશ્વપ્રકાશદાસજી ,તેમજ કચ્છ નરનારાયણ દેવ યુવક - મહિલા મંડળે  જહેમત ઉઠાવી હતી, સમગ્ર કચ્છમાં અંજાર, માંડવી , રાપર મંદિરમાંથી સંતો તેમજ મંદિર સંચાલિત ગુરુકુળોમાંથી વિદ્યાર્થીઓ તથા કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિનીઓ, તેમજ સમગ્ર કચ્છમાંથી બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. 

Crime

© 2022 Saurashtra Trust