ગડા ઇલેકટ્રોનિક્સના નવા નટુકાકા બનેલા કિરણ ભટ્ટ રંગમંચના અનુભવી છે

ગડા ઇલેકટ્રોનિક્સના નવા નટુકાકા બનેલા કિરણ ભટ્ટ રંગમંચના અનુભવી છે
મુંબઇ, તા. 1 : નવા દયાભાભી આવશે, બબીતાજી જાય છે, તારક મહેતા શો છોડી ગયાની વાતો વચ્ચે આશ્ચર્યજનક રીતે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં સિરિયલમાં નવા નટુકાકાની ગાજવીજ વગર એન્ટ્રી કરાવી અસિત મોદીએ તેના ચાહકોને આંચકો આપ્યો છે. ગયા વર્ષે ત્રીજી ઓક્ટોબર, 2021માં કેન્સરના કારણે વિદાય લઇ ગયેલા ઘનશ્યામ નાયકના સ્થાને નવા નટુકાકા તરીકે કિરણ ભટ્ટની પસંદગી કરાઇ છે, જેની જાહેરાત નિર્માતા અસિત મોદીએ  કરી છે. રોચક વાત એ છે કે, કિરણ ભટ્ટ પોતે જ રંગમંચના મહારથી છે અને ઘનશ્યામ નાયકના અંગત મિત્રોમાં પણ ગણાતા હતા.  નવા નટુકાકા બનેલા કિરણ ભટ્ટે પોતાની પસંદગી પછી કહ્યું કે તેમના મિત્રની જગ્યાએ મળેલી ભૂમિકાને પૂરતો ન્યાય ઇમાનદારીથી આપવાનો પ્રયત્ન કરીશ. મારા માટે આ પાત્ર ભજવવું એ લાગણીભરી વાત છે. 

Crime

© 2022 Saurashtra Trust