પ્રથમ ત્રણ મહિનામાં ડીપીએના માલ પરિવહન આંકમાં નોંધપાત્ર રીતે વધારો

પ્રથમ ત્રણ મહિનામાં ડીપીએના માલ પરિવહન આંકમાં નોંધપાત્ર રીતે વધારો
ગાંધીધામ, તા. 1 : દીનદયાલ પોર્ટ ટ્રસ્ટના અધ્યક્ષે આષાઢી બીજની કચ્છીઓને શુભેચ્છા આપી પ્રથમ ત્રણ મહિનામાં  ડીપીએના માલ પરિવહન આંકમાં નોંધપાત્ર રીતે વધારો  થયો હોવાની  વિગતો આપી હતી. નવું વર્ષ સમુદ્વિમય બને તેવી મંગલ કામના કરતાં ડીપીએના અધ્યક્ષ સંજય મેહતાએ આ ઉજવણી વેળાએ જણાવ્યું હતું કે, કંડલાએ  અત્યાર સુધીમાં સૌથી વધુ કાર્ગો વોલ્યુમ રેકોર્ડ કર્યો છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ કવાર્ટરમાં 34.41 એમ.એમ.ટી. કાર્ગો હેન્ડલ કરીને ત્રિમાસિક નાણાકીય વર્ષના ત્રીજા કવાર્ટરમાં 33.51 એમ.એમ.ટી. હેન્ડલિંગના અગાઉના નાણાકીય વર્ષ 2021-22ના રેકોર્ડને વટાવ્યો હતો. એપ્રલિથી જૂન 2022માં ગત વર્ષની સરખામણીએ 6.070ની વૃદ્ધિ થઈ છે.છેલ્લા નાણાકીય વર્ષના સમયગાળા દરમ્યાન 32.44 એમ.એમ.ટી. કાર્ગો હેન્ડલિંગ થયું હતું.  ડીપીએ દ્વારા  ઘઉં અને મીઠાના મોટા  જથ્થાની નિકાસ કરવાને કારણે કાર્ગો વોલ્યુમનો આંક ઊંચકાયો છે. આ કવાર્ટર દરમ્યાન  કોલાસનું પણ નોંધપાત્ર પ્રમાણમાં હેન્ડલિંગ કરાયું છે. જૂન-2022માં પ્રથમ વખત પાવર જેન્કોસનું  હેન્ડલિંગ થયું હતું. આ પ્રકારનું હેન્ડલિંગ હવે નિયમિત થવાની ધારણા છે.રેલવે દ્વારા સતત કોલસાના કન્સાઈન્મેન્ટ મળી રહ્યા છે.  

Crime

© 2022 Saurashtra Trust