પંત-જાડેજાની જોડી જામી, સાત વિકેટે 338

બર્મિંગહામ, તા. 1 : ઈંગ્લેન્ડ વિરુદ્ધ શુક્રવારથી શરૂ થયેલી ટેસ્ટ મેચમાં ભારતના ગાજ્યા મેઘ વરસ્યા નથી. ટોપઓર્ડરમાં પૂજારા, ગિલ, કોહલી, વિહારી, અય્યરના ફલોપ શો બાદ રિષભ પંત (146) અને રવિન્દ્ર જાડેજા (83 રને દાવમાં)એ ટીમને મુશ્કેલીમાંથી ઉગારી હતી  અને પહેલા દિવસના અંતે ભારતે સાત વિકેટે 338 રન કર્યા હતા. એજબેસ્ટન ટેસ્ટમાં ઈંગ્લેન્ડે ટોસ જીતી દાવ આપ્યા બાદ 98 રનના સ્કોરે ભારતની અડધી ટીમ પેવેલિયન ભેગી થઈ ગઈ હતી. વરસાદના વિઘ્નને કારણે મેચ અટકી ત્યારે ભારતનો સ્કોર ર0.1 ઓવરમાં બે વિકેટે  પ3 રન હતા.રોહિત શર્માના સ્થાને ચેતેશ્વર પૂજારાને ઓપનિંગમાં તક અપાઈ હતી, પરંતુ તે 46 દડામાં 13 રન બનાવી એન્ડરસનની ઓવરમાં કેચ આપી બેઠો હતો. ડીઆરએસથી મળેલું જીવતદાન તેને ફળ્યુ નહીં. ર7 રનના સ્કોરે ભારતે પહેલી વિકેટ ગુમાવી હતી. શુભમન ગિલ ર4 દડામાં 17 રન બનાવી કેચ આઉટ થયો હતો. 46ના સ્કોરે  પૂજારા પેવેલિયન પરત ફર્યો હતો.વરસાદના વિધ્ન બાદ મેચ ફરી શરૂ થતાં 64ના સ્કોરે હનુમા વિહારી એલબીડબલ્યુ આઉટ થયો તેણે ર0 રન બનાવ્યા હતા. 71ના સ્કોરે વિરાટ કોહલી 11 રને બોલ્ડ થયો અને 98ના સ્કોરે શ્રેયસ ઐય્યર 1પ રને આઉટ થયો હતો. જેમ્સ એન્ડરસને 3 અને મેટી પોટસે બે વિકેટ ઝડપી હતી. રિષભ પંત અને રવીન્દ્ર જાડેજાએ 100 રનની ભાગીદારી કરી ટીમને ધબડકાથી ઉગારી હતી. પંતે  પ્રભાવશાળી પ્રદર્શન કરતાં 111 દડામાં 19 ચોગ્ગા, 4 છગ્ગા સાથે 146 રન ફટકારી દીધા હતા. ઇંગ્લેન્ડ વિરુદ્ધ મહત્ત્વની ટેસ્ટમાં સ્ટાર સ્પીનર આર.અશ્વિન કોરોનાથી ઊભરી ચૂકયો હોવા છતાં સમાવેશ કરાયો નથી. રવીન્દ્ર જાડેજાને પ્લેઈંગ ઈલેવનમાં ઓલરાઉન્ડર તરીકે સમાવાયો છે. ભારતીય ટીમ 4 ઝડપી બોલર અને એક સ્પીનર સાથે ઊતરી છે.  

Crime

© 2022 Saurashtra Trust