ગાંધીધામની બે પેઢી સહિત રાજ્યમાં 56 સ્થળે જીએસટીના દરોડા

અમદાવાદ, તા. 1 (અમારા પ્રતિનિધિ તરફથી) : બોગસ બિલીંગ થકી વેરાશાખ મેળવી ભરવાપાત્ર જીએસટી સામે વેરાશાખ મજરે મેળવી ખૂબ ઓછો વેરો સરકારમાં જમા કરાવતા ગુજરાતના 41 વેપારીઓના 56 સ્થળોએ જીએસટી વિભાગે દરોડા પાડ્યા છે. આ દરોડા ગુજરાતભરમાં પાડવામાં આવ્યા હતા. તેમાં વિવિધ શહેરોમાં અમદાવાદ, ભાવનગર, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, વડોદરા, સુરત, રાજકોટ,જામનગર, દ્વારકા, જૂનાગઢ ગાંધીધામ અને વાપીનો સમાવેશ થાય છે.આ વેપારીઓમાં દેવશ્રી ઇન્ડ, હેલી એન્ટરપ્રાઇસ, મિલી એન્ટરપ્રાઇસ, ઓમ સ્ટીલ, શ્રી ભેરવનાથ ક્રેપ, શ્રી ક્રિશ્ના ટ્રેડીંગ, દાદુરામ મેટલ્સ, મેટ્રો સ્ટીલ, સન કાસ્ટીંગ (તમામ અમદાવાદ), એકોસ્ટ ઇમ્પ્કેસ (ભાવનગર), પ્રયોશા સ્ટેઇનલેસ, સંગીનીતા કેમિકલ્સ પ્રા. લિ., પીકેએસ ટેક્નોબિલ્ડ (તમામ મહેસાણા), ઠક્કર હરેશકુમાર હીરાલાલ (બનાસકાંઠા), જય ટ્રેડર્સ, ઉમા ક્રેપ (પાટણ), શ્રી કલ્યાણ કોર્પોરેશન (વડોદરા), કરીમ ટ્રેડર્સ, અભ્યુત્થાન ગ્રામ વિકાસ મંડળ, નાકલંક ફેશન (તમામ સુરત), સ્ટાર કોપર (વાપી), સિદ્ધાર્થ બ્રોન્ઝ પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ, સાનિયા ટ્રેડર્સ, રુશીલ ગ્લોબલ, જે.આર. ઇસ્પાત, ગુજરાત ઓઇલ એન્ડ કેમિકલ્સ, એ.એમ. ઇસ્પાત, યાસરા ઇમ્પેક્સ, હેમા ટ્રેડર્સ (તમામ ભાવનગર), નાઇસ એન્ડ ન્યુ એબ્રેસિવ્સ, શ્રી રામ કોટેક્સ, સ્ટીફ ઇન્ડસ્ટ્રીઝ,ડીએસએચ ઇન્ટરનેશનલ, જોલી સ્પિનર્સ, ડી.કે. એન્ટરપ્રાઇસ (તમામ રાજકોટ), સાઈ મેટલ કોર્પોરેશન, ધ્રુવ એન્ટરપ્રાઇસ (તમામ જામનગર), વૈભવ ઇન્ડસ્ટ્રીઝ (દ્વારકા), મીરા પોલિમર્સ (જુનાગઢ) અને મિલી એન્ટરપ્રાઇઝ, હિંદુસ્તાન એનર્જી (ગાંધીધામ)નો સમાવેશ થાય છે. આ વેપારીઓ દ્વારા બોગસ બિલીંગ થકી મોટી રકમની વેરાશાખ ભોગવવામાં આવી છે.  

Crime

© 2022 Saurashtra Trust