પહેલી ટેસ્ટમાં શ્રીલંકા સામે ઓસ્ટ્રેલિયાનો દસ વિકેટે વિજય
ગાલે, તા.1 : શ્રીલંકામાં રમાઈ રહેલી બે ટેસ્ટ સિરીઝની પહેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ યજમાન ટીમને 10 વિકેટે કારમો પરાજય આપ્યો છે. મેચમાં ઓસ્ટ્રેલિયાના સ્પિનર નાથન લિયોને શાનદાર પ્રદર્શન કરતાં કુલ 9 વિકેટ ઝડપી હતી જે સાથે તેણે ઝડપેલી કુલ વિકેટોની સંખ્યા 436 થઈ છે. જે સાથે તેણે કપિલ દેવનો રેકોર્ડ તોડયો હતો. 109 ટેસ્ટમાં લિયોને 436 વિકેટ ઝડપી છે જેની સામે કપિલ દેવે 131 ટેસ્ટમાં 434 વિકેટ ઝડપી હતી. સૌથી વધુ ટેસ્ટ વિકેટ મામલે નાથલ લિયોન શેન વોર્ન (708) અને ગ્લેન મેગ્રેથ (પ63) બાદ ત્રીજો બોલર બન્યો છે. ટેસ્ટ સિરીઝમાં 1-0ની લીડ સાથે ઓસ્ટ્રેલિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના પોઈન્ટ ટેબલમાં ટોચના ક્રમે છે. પહેલી ટેસ્ટમાં શ્રીલંકાએ પ્રથમ ઈનિંગ્સમાં ર1ર અને બીજીમાં 113 રન બનાવ્યા હતા જેની સામે ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઈનિંગમાં 3ર1 અને બીજી ઈનિંગમાં વિના વિકેટે 10 રન બનાવી વિજય મેળવ્યો હતો. 77 રનની શાનદાર ઈનિંગ રમનાર ગ્રીન પ્લેયર ઓફ ધ મેચ જાહેર થયો હતો.