નવો સમય કચ્છનો હશે : નીમાબહેન

ભુજ, તા. 1 : નવું વરસ કચ્છ માટે શુભ બની રહેશે. નવો સમય કચ્છનો હશે, તેવા આશાવાદ સાથે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષા ડો. નીમાબહેન આચાર્યએ કચ્છ, બૃહદ કચ્છ, દેશાવરમાં વસતા કચ્છી પરિવારોને આષાઢી બીજના અવસરે કચ્છી નવાં વર્ષની શુભેચ્છા આપી હતી. પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ પણ કચ્છને નવો સમય ફળે તેવો શુભ ભાવ વ્યકત કર્યો હતો. વિધાનસભામાં કચ્છનું પ્રતિનિધિત્વ કરતાં નીમાબહેને કહ્યું હતું કે, રાજ્યમાં સત્તારૂઢ કેસરિયા પક્ષની સરકારના શાસનમાં કચ્છ વિકાસના પંથે ગતિભેર આગળ વધી રહ્યું છે. વિકાસની આ પ્રક્રિયા આવનારા સમયમાં  વણથંભી બની રહેશે તેવો વિશ્વાસ વ્યકત કરતાં તેમણે શ્રીકાર વરસીને  રણપ્રદેશ પર વરસાદ પણ વહાલ વરસાવે તેવી પ્રાર્થના કરી હતી. રાજ્યના શિક્ષણપ્રધાન રહી ચૂકેલા ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ દેશ-દુનિયામાં કચ્છનો ડંકો વગાડી દેનાર કચ્છીઓના પુરુષાર્થની પ્રશંસા કરતાં કચ્છી નવું વરસ સરહદી પ્રદેશ માટે પ્રગતિ અને વિકાસથી ભરપૂર બની રહે તેવી શુભેચ્છા પાઠવી હતી.   

Crime

© 2022 Saurashtra Trust