પત્રીના એટ્રોસિટી કેસમાં સરપંચના માતાની આગોતરાની અરજી નામંજૂર

ભુજ, તા. 1 : મુંદરા તાલુકાના પત્રી ગામના એટ્રોસિટી ધારા સહિતની કલમોવાળા કેસમાં ગામના સરપંચના માતા વેજીબેન વાલજીભાઇ ચાડ માટે કરાયેલી આગોતરા જામીન માટેની અરજી ખાસ અદાલતે નામંજૂર કરી હતી. ગત તા. 24મી જૂનના આ પ્રકરણમાં પ્રકાશ ભીમજીભાઇ મહેશ્વરી દ્વારા આ કેસની ફરિયાદ મુંદરા પોલીસ મથકે લખાવાઇ હતી. આરોપી વેજીબેન ચાડ માટે ભુજ સ્થિત ખાસ અદાલત સમક્ષ આગોતરા જામીનની માગણી કરાઇ હતી. સુનાવણીના અંતે ન્યાયાધીશે આ અરજી નામંજૂર કરતો ચુકાદો આપ્યો હતો. આ સુનાવણીમાં સરકાર વતી અધિક  જિલ્લા સરકારી વકીલ સુરેશકુમાર એ. મહેશ્વરી  તથા ફરિયાદ પક્ષ વતી એ.આર. મલેક સાથે જગદીશ ગોસ્વામી, પ્રફુલ્લ સીજુ, સાહેબા પઠાણ, જયદીપ કનોજિયા અને ફરહાન સિંધી રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, આરોપી વેજીબેન અને તેમના પતિ વેલજી કરશનને મે-2019ના હત્યાના પ્રયાસના કેસમાં સજા કરી હતી.  

Crime

© 2022 Saurashtra Trust