ભદ્રેશ્વરની કંપનીમાં કેબિન હટાવવા મામલે બે શખ્સે કરી ધાકધમકી

ભુજ, તા. 1 : મુંદરા તાલુકાના ભદ્રેશ્વરમાં આવેલી ખાનગી કંપનીના ગેટ પાસે લગાડેલી  ગેરકાયદે કેબિન હટાવવા મામલે બે શખ્સે કંપનીમાં ધાકધમકી કરી હતી. પોલીસના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ હિન્દુસ્તાન અધેસિવ કંપનીના સુરક્ષાકર્મી શિશુપાલસિંગ, રામનાથસિંગ યાદવે આરોપી પ્રતિપાલસિંહ જાડેજાના પિતા અને અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. આરોપીએ કંપનીની જમીનમાં ગેરકાયદે કેબિન રાખી હતી, જે હટાવી લેવામાં આવી હતી. આ મામલે બાઈક ઉપર આવેલા આરોપીઓએ બૂમબરાડા પાડી કેબિન કેમ હટાવી તેમ કહી ગાળાગાળી કરી હતી.આરોપીઓએ મુંદરા મરિનના પી.એસ.આઈને પણ ગાળો આપી હતી. તેમજ પાણીની લાઈન ખેંચી તોડવાનો પ્રયાસ કર્યો હતો. આ ગેરકાયદે કેબિન પ્રતિપાલસિંહ જાડેજાના કહેવાથી તેમના પિતાએ રાખી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. પોલીસે તપાસ હાથ ધરી છે.  

Crime

© 2022 Saurashtra Trust