મુંદરામાં આંકડાનો જુગાર રમાડતો શખ્સ કાયદાની ઝપટે
ભુજ, તા. 1 : મુંદરામાં આંકડાનો જુગાર રમાડતા શખ્સને પોલીસે પાંજરે પૂર્યો હતો. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ પૂર્વ બાતમીના આધારે મુંદરા પોલીસે ચાઈના ગેટ પાસે ગત તા. 30ના સાંજે 6.15 વાગ્યાના અરસામાં કાર્યવાહી કરી હતી. આરોપી હનીફ ઈસ્માઈલ શેખને પોલીસે જાહેરમાં વરલી મટકાનો મિલન બજારનો આંક ફરકનો જુગાર રમાડતો ઝડપી પાડયો હતો. આરોપીના કબજામાંથી રોકડા રૂા. 730, બુક, બોલપેન સહિતનો મુદ્દામાલ હસ્તગત કરાયો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.