ભુજમાં છોટા હાથી-એસ.ટી વચ્ચે ટક્કર : બસમા રૂા. 20 હજારનું નુકસાન

ભુજ, તા. 1 : શહેરમાં એસ.ટી.ની મિની બસ અને છકડા વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બસમાં નુકસાન થયું હતું. જો કે કોઈ પ્રવાસીઓને ઈજા પહોંચી ન હતી. પોલીસસૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ અકસ્માતનો બનાવ આજે બપોરે 1.40 વાગ્યાના અરસામાં જ્યુબિલી સર્કલ પાસે બન્યો હતો. ફરિયાદી  ચાલક કાસુભાઈ જુમાભાઈ કોલી ભુજ - મુંદરા મિની બસ લઈને મુંદરા તરફ જતા હતા. આ દરમ્યાન સફેદ કલરના છોટા હાથીના ચાલકે પૂર ઝડપે છકડો ચલાવી એસ.ટી. બસના આગળના ભાગ સાથે અથડાવી હતી. અકસ્માત સર્જી આરોપી ચાલક નાસી ગયો હતો. બસમાં આગળનો કાચ અને મઝગાર્ડનું બમ્પર અને સાઈડ ગ્લાસ તૂટી જતાં રૂા. 20 હજારનું નુકસાન થયું હતું. એ. ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

Crime

© 2022 Saurashtra Trust