મેઘપર (બો.)માં છેડતી અને ઘરમાં ઘૂસીને મારામારી
ગાંધીધામ, તા. 1 : અંજાર તાલુકાના મેઘપર બોરીચીના સોનલનગર વિસ્તારમાં કિશોરીની છેડતી કરી ઘરમાં ઘૂસી મારામારી કરાતાં છ શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. મેઘપર બોરીચીના સોનલનગર વિસ્તારમાં ગત ત. 28/6ના રાત્રે 10.30થી તા. 29/6ના 12.40 દરમ્યાન આ બનાવ બન્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું. અહીં રહેતા પપ્પુભાઇ નામના શખ્સે એક કિશોરીની છેડતી કરી હતી. બાદમાં આ શખ્સની પત્નીએ કિશોરીની બહેન સાથે ઝપાઝપી કરી હતી અને ઘરમાં ઘૂસી ગાળાગાળી કરી હતી. બાદમાં તેજસ ગોસ્વામી, રમેશ ગોસ્વામી, આનંદ ગોસ્વામી, રાહુલ માલી ઘરમાં ઘૂસી ફરિયાદી મહિલા ઉપર ધોકા વડે હુમલો કર્યો હતો તેમજ તેમના પતિને ધક્કો આપી માર માર્યો હતો. છેડતી અને મારામારીના આ બનાવમાં પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.