હનુમાન ચાલીસાની રચના ઇસ 1498 આસપાસ તુલસીદાસજીએ કરી હતી

ભુજ, તા. 1 : હનુમાનજી જેવા ઉપકારી આ લોકમાં કયાંય નથી. તુલસીદાસજીએ હનુમાન ચાલીસાની રચના ઇ.સ. 1498 આસપાસ કરી હતી તેવું ભુજમાં આયોજિત ત્રિદિવસીય હનુમાન ચાલીસા ચિંતન શિબિરના આરંભે આજે વ્યાસાસનેથી જણાવાયું હતું.કામનાથ મહાદેવ મંદિર તથા ચન્દ્રમૌલીશ્વર મહાદેવના પરિસરમાં સોમપુરા (બ્રાહ્મણ) ભગિની મંડળ આયોજિત ચિંતન શિબિરનું દીપ પ્રાગટય સોમુપરા બાહ્મણ જ્ઞાતિના પ્રમુખ અને ભાડાના પૂર્વ ચેરમેન કિરીટભાઇ સોમપુરા, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સહસંચાલક નવીનભાઇ વ્યાસ તેમજ ભગિની મંડળના પ્રમુખ હીનાબેન સોમપુરાએ કર્યું હતું. વ્યાસસ્થાનેથી શાત્રી ભાવેશભાઇ વિજયકાંત જોશીએ છણાવટ કરતાં જણાવ્યું હતું કે, પુરાણોમાં હનુમાનજી સાત ચિરંજીવીઓમાં સ્થાન પામ્યા છે. હનુમાનજી જ્ઞાન, ગુણના મહાસાગર છે. રામના ખાસ વિશ્વસનીય સેવક છે. જે કરવાનું કાર્ય સાવધાનીથી કરે તે ઉત્તમ સેવક છે. હનુમાનજી જેવા ઉપકારી આ લોકમાં કયાંય નથી. આજના પ્રથમ દિવસે શ્રોતાગણોથી મંડપ આખો ભરાઇ ગયો હતો. હનુમાન ચાલીસા ચિંતન શિબિરની પૂર્ણાહુતિ તા. 3-7 રવિવારે થશે. 

Crime

© 2022 Saurashtra Trust