સામખિયાળી સંસ્કૃત વિદ્યાલયમાં ચોથીએ વિવિધ કાર્યક્રમનું આયોજન

ભુજ, તા. 1 : સામખિયાળી ખાતે ગિરનારી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ સંચાલિત સંધ્યાગિરિબાપુ સંસ્કૃત વેદ વિદ્યાલયમાં તા. 4 જુલાઈ, સોમવારના વિવિધ કાર્યક્રમ યોજાશે. બ્રહ્મલીન સંત સંધ્યાગિરિબાપુની 2પમી રજત બ્રહ્મનિર્વાણ તિથિના ઉપલક્ષમાં નૂતન બટુક યજ્ઞોપવીત સંસ્કાર, જ્યોતિષ પ્રયોગશાળા, વેદિક ગણિત, વિજ્ઞાન અને ભાષા પ્રયોગશાળા, નૂતન પુસ્તકાલયના લોકાર્પણ સાથે સંસ્કૃત સંભાષણ વર્ગનું સમાપન થશે.  આ પ્રસંગે કચ્છના પ્રભારી અને શિક્ષણ રાજ્યમંત્રી કીર્તિસિંહ વાઘેલા, માંડવીના ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. 

Crime

© 2022 Saurashtra Trust