ભુજના વોર્ડ નં.9નો સેવાસેતુ કાર્યક્રમ આજે સુધરાઇ કચેરી ખાતે
ભુજ, તા. 1 : આઠમા તબક્કાનો નગરપાલિકા વોર્ડ નં. 9નો સેવાસેતુ કાર્યક્રમ અનિવાર્ય સંજોગોના કારણે તા. 2/7ના ટાઉનહોલના બદલે ભુજ નગરપાલિકા ખાતે યોજાશે. શહેરી સેવાસેતુ કાર્યક્રમ સવારે 9થી સાંજના 5 કલાક સુધી યોજાશે. 13 વિભાગની વિવિધ?56 સેવા એક જ સ્થળે નાગરિકોને વહીવટી તંત્ર દ્વારા પૂરી પડાશે. અરજદારોની અરજી આધાર-પુરાવા માટેની તમામ સુવિધા સ્થળે જ ઉપલબ્ધ કરાવાશે. વિવિધ સેવાઓનો લાભ લેવા માટેની આધાર-પુરાવા સાથેની અરજદારની રજૂઆતો બપોરે બે વાગ્યા સુધી સ્વીકારાશે. અરજદારોની વ્યક્તિગત અરજીઓના યોગ્ય નિકાલ માટે વિવિધ કચેરીના અધિકારીઓ તેમના પ્રતિનિધિ સાથે હાજર રહેશે, જેનો લાભાર્થીઓએ લાભ લેવો એમ મુખ્ય અધિકારી જિગર પટેલે યાદીમાં જણાવ્યું હતું.