મહાબંદરોમાં થતાં ખાનગીકરણ સામે તમામ કામદાર સંગઠનો એક થાય

મહાબંદરોમાં થતાં ખાનગીકરણ સામે તમામ કામદાર સંગઠનો એક થાય
ગાંધીધામ, તા. 23 : તાજેતરમાં કંડલા મહાબંદરે મુલાકાતે આવેલા ઈન્ટરનેશનલ ટ્રાન્સપોર્ટ ફેડરેશન (આઈ.ટી.એફ.)ના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિ મંડળે ટ્રાન્સપોર્ટ એન્ડ ડોક વર્કર્સ યુનિયન  કંડલા (એચ.એમ.એસ.) અને કુશળ અકુશળ અસંગઠીત કામદાર સંગઠન સાથે બેઠક યોજીને વિવિધ પ્રશ્નો ચર્ચ્યા હતા. આઈ.ટી.એફ.ના કામરેડ પ્રતિનિધિઓમાં સિડની-ઓસ્ટ્રેલિયાથી  આવેલા પાલપેટ્રીક, રાજેન્દ્રગીરી (મુંબઈ), અરવિંદ કૌસલનું  એચ.એમ.એસ.ના અગ્રણી દ્વારા  અભિવાદન કરાયું હતું. આઈ.ટી.એફ. સંગઠન દ્વારા કરાતા કાર્યની  ચર્ચા કરાયા બાદ દેશ-વિદેશમાં સ્થાયી અને અસ્થાયી કામદારોના  પ્રશ્નો બાબતે સરકાર દ્વારા ખાનગીકરણ કરીને કરાતું  શોષણ અને તેના ઉપર ચિંતન કરી યુનિયન પ્રમુખ એલ. સત્યનારાયણે રજૂઆત કરી હતી.  આઈ.ટી.એફ.ની બેઠકમાં  સ્થાનિક પ્રશ્નોને રજૂઆત કરવાની હૈયાધારણ પાલ પેટ્રીકે આપી હતી.ભારતમાં બહોળી સંખ્યામાં કામ કરતા મજદૂરોનું સંખ્યાબળ મોટું થાય અને મજદૂરોના હિતમાં આવનારા સમયમાં દરેક યુનિયનના સંગઠનના માધ્યમથી વિવિધ બંદરગાહો ઉપર સેમિનાર યોજવામાં આવશે તેવી વિગતો પણ અપાઈ હતી. એચ.એમ.એસ. સંગઠન આ સંસ્થા સાથે ત્રીસ વર્ષથી જોડાયેલું છે. સીફેરસ, એર વે, રેલવે કે મોટાભાગની  કંપનીઓમાં  કામદારોના હિતના પ્રશ્નો તાત્કાલિક ધોરણે હલ કરાય છે. બેઠકમાં ઉપપ્રમુખ જીવરાજ ભાંભી, અલીમામદ, અનીલ પાનીગર, લલીત વરીયાણી, હાજી ઓસમાણ બુચડ, જેઠાલાલ દેવરીયા, ભાસ્કર રાવ, મહેશ અખાણી, ક્રિષ્નારાવ, મામદ સાયેચા, હાજ ઉમર, અજય ભાંભી સહિતના હાજર રહયા હતા.આઈ.ટી.એફ.ના મંડળે કુશળ અકુશળ કામદાર સંગઠન સાથે  પણ બેઠક  યોજી હતી. પ્રારંભમાં અતિથિઓનું સ્મૃતિચિહન આપી સન્માન કરાયુ હતું. ત્યારબાદ સચિવ વેલજીભાઈ જાટે પોતાના સંગઠનના કાર્ય અને  ઉદેશ ઉપર પ્રકાશ પાડયો  હતો. ઓસ્ટ્રેલિયાના પોર્ટમાં ડોક વર્કર તરીકે કામ કરનાર અને પોર્ટ એન્ડ ડોક વર્કર્સના પ્રશ્નોના જાણકાર શ્રી પોલે કહયુ હતુ કે આજની સુવિધા પાછળ અનેક નામી-અનામી કામદારોએ બલિદાન આપ્યું છે. વર્ષ 1990ના આર્થિક સુધારાઓના ફળ સ્વરૂપે પોર્ટક્ષેત્રમાં સરકારી ઈજારાશાહી ખતમ કરીને ખાનગીકરણને પ્રોત્સાહન અપાયું ત્યારથી પોર્ટ અને ડોક વર્કર્સની માઠી દશા શરૂ થઈ હતી. જેએનપીએ, મુંબઈ પોર્ટ, ડિપીએ પોર્ટ સહિતના સરકારી  મહાબંદરગાહોના વિસ્તાર અને વિકાસ વધવાની સાથે કામદારો સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.  ખાનગીકરણની નીતિના પ્રોત્સાહનના કારણે તેની ગંભીર અસરો જોવા મળી છે. વિવિધ યુનિયનોએ સંકલન સાધીને કામદારોના ન્યાય માટે સંયુકત લડત માટે સૂચન કર્યું હતું.  બેઠકમાં કિર્તિ આચાર્ય, સતીષ મોતા, કિશનસિંઘ ખાલસા, ભારતીબેન મોતા, જગદીશસિંહ ગોહિલ, ઘનશ્યામ ગઢવી, દેવજી રતડ, નિતેશ  જોષી, નઝર મોહમદ, રામચંદ્ર મહેશ્વરી, ટિકમ પરિયાણી, માણેક બારોટ, નિલાંગ દવે, આનંદ ભટ્ટ  સહિતના હાજર રહ્યા હતા.    

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer