વાગડમાં જ્યાં પણ કેમ્પ કરવા હશે ત્યાં નિ:શુલ્ક નિદાન સાથે દવા અપાશે

વાગડમાં જ્યાં પણ કેમ્પ કરવા હશે ત્યાં નિ:શુલ્ક નિદાન સાથે દવા અપાશે
ગાગોદર (તા. રાપર), તા. 23 : ભારતના 75મા અમૃત મહોત્સવ અંતર્ગત લોકોની આરોગ્ય સુખાકારી માટે નિ:શુલ્ક નિદાન શિબિરનું ગાગોદર પ્રા. આ. કેન્દ્ર,  ગ્રામ પંચાયત અને માતૃસ્પર્શ મલ્ટિ સ્પેશિયલ હોસ્પિટલ દ્વારા યોજાયો હતો. જેમાં 225 લાભાર્થીએ આરોગ્ય સેવા મેળવી હતી હોસ્પિટલ દ્વારા દવા નિ:શુલ્ક અપાઇ હતી.નવલશંકર શાત્રીએ હોસ્પિટલની  તેમજ કોરોના  દરમ્યાન ગાગોદર પીએચસીના સ્ટાફની સેવાને બિરદાવી હતી. તેમની સાથે દીપ પ્રાગટયમાં સરપંચ સોનીબેન વાઘેલા, ઉપસરપંચ બાઉબેન ભરવાડ, હરેશભાઇ જોશી જોડાયા હતા. શાબ્દિક સ્વાગત કરતાં હોસ્પિટલ પરિવારના વિકાસભાઇ રાજગોરે વાગડમાં જ્યાં પણ કેમ્પ કરવા હશે ત્યાં નિ:શુલ્ક નિદાન સાથે જરૂરિયાત મુજબ દવા પણ આપવાની જાહેરાત કરી, હોસ્પિટલમાં સરકાર દ્વારા અકસ્માત સારવાર અને 14 વર્ષ સુધીના બાળકો માટે આયુષ્માન યોજના અંતર્ગત  અપાતી સેવાની વિગતો આપી હતી. કેમ્પમાં ડો. વિવેક દેત્રોજા, ડો. નિકુંજ પટેલ, ડો. ભૂમિકા પટેલ, ડો. નિષાતા દેત્રોજા, પીએચસીના ડો. મનીષા પ્રજાપતિ, ગાગોદર પ્રા. આ. કેન્દ્રના  નદીમભાઇ, ઉષાબેન જોશી, હેતલબેન, નિમુબેન, રમેશભાઇ પ્રજાપતિ, આમીનભાઇ મીરે સેવા આપી જિ.પં. પૂર્વ આરોગ્ય ચેરમેન વાઘજીભાઇ પ્રજાપતિ, પૂર્વ સરપંચ દેવાભાઇ ભરવાડ, નરેશભાઇ પ્રજાપતિ, પ્રકાશ વ્યાસ, સંજય વણકર, રાહુલ દાફડા, કુલદીપસિંહ, અબ્દુલભાઇ મીર, ધ્રુવ રાજગોર કેમ્પમાં ઉપયોગી બન્યા હતા. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer