કચ્છ જિલ્લા કોંગ્રેસનાં અધ્યક્ષ પદે પુન: વર્તમાન પ્રમુખ નિયુક્ત

ભુજ, તા. 23 : અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી તથા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશભાઇ ઠાકોર દ્વારા કચ્છ જિલ્લા કોંગ્રેસના સંગઠનના મોભી તરીકે યુવા આગેવાન યજુર્વેન્દ્રસિંહ શૈલેન્દ્રસિંહ જાડેજાની પુન: જિલ્લાના પ્રમુખ પદે નિમણૂક કરી છે. શ્રી જાડેજા સતત ત્રણ વર્ષથી કચ્છ જિલ્લા કોંગ્રેસની સંગઠનની જવાબદારી નિભાવી રહ્યા છે. કામગીરી, સ્વભાવ તથા ભાજપ સરકાર વિરુદ્ધના કાર્યક્રમોમાં સંઘર્ષશીલ અને અગ્રેસર રહેવાના લીધે પાર્ટી હાઇ કમાન્ડે પુન: તેમને જવાબદારી સોંપી છે. આનાથી આગામી વિધાનસભાની ચૂંટણીઓમાં કોંગ્રેસ પક્ષ વધુ મજબૂત બનશે તેવું પક્ષની યાદીમાં જણાવાયું છે. આ વરણીને પ્રદેશ મહામંત્રી વી. કે. હુંબલ, આદમભાઇ ચાકી, નવલસિંહ જાડેજા, પૂર્વ જિલ્લા પ્રમુખ શૈલેન્દ્રસિંહ જાડેજા, ઉષાબેન ઠક્કર, વાલજીભાઇ દનિચા, કલ્પનાબેન જોષી, અરજણ ભુડિયા, રાજેન્દ્રસિંહ જાડેજા, બચુભાઇ આરેઠિયા, શામજીભાઇ આહીર, અલીભાઇ કેર, હાજી હસન પડયાર, રમેશભાઇ ડાંગર, શિવજીભાઇ આહીર, મહેશભાઇ ઠક્કર, તકીશા સૈયદ, કિશોરદાન ગઢવી, પી. સી. ગઢવી, દીપક ડાંગર, ગની કુંભાર, ઘનશ્યામસિંહ ભાટી, કાસમ સમા, ધીરજ રૂપાણી, અંજલિ ગોર વિ.એ આવકારી હતી એવું જિલ્લા પ્રવક્તા ગનીભાઇ કુંભાર દ્વારા યાદીમાં જણાવાયું છે.