મિરજાપરમાં આઠ મહિલા તથા મેઘપરમાં પાંચ પુરુષ જુગાર રમતા ઝડપાયા

ભુજ, તા. 23 : તાલુકાના મિરજાપર તથા મેઘપરમાં જુગારના બે દરોડા પડયા હતા, જેમાં  મિરજાપરમાં આઠ મહિલા તથા મેઘપરમાં પાંચ પુરુષ ગંજીપાના વડે જુગાર રમતા પોલીસે ઝડપી પાડયા હતા. એ-ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે, મિરજાપરના સ્કૂલવાળી શેરીમાં સુધાબેન વિનોદકુમાર સોનીના મકાનમાં તીનપતીનો જુગાર રમાઇ રહ્યો છે, જેના પગલે  પોલીસે દરોડો પાડતા સુધાબેન ઉપરાંત હીનાબેન કેતનભાઇ સોની,માધવીબેન અવિનાશભાઇ કંસારા, કાજલબેન મૂરજીભાઇ સોની,  કલાબેન ધવલભાઇ જંગમ (બાવાજી), રમુબેન કરશનભાઇ ગોંડલિયા, મેઘીબેન કાનજીભાઇ ડાંગર તથા ગીતાબેન ડાહ્યાલાલ ઠક્કર (રહે. તમામ મિરજાપર)ને રોકડ રૂા. 18,400 તથા છ મોબાઇલ રૂા. 17,000 સાથે ઝડપી જુગાર ધારા તળે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.બીજીતરફ ભુજ તાલુકાના મેઘપરના વથાણમાં વડની નીચે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા દિનેશ ઉર્ફે ડાયા પરબત મહેશ્વરી, ગાંગજી ખીમજી માતંગ, વાલજી ખીમજી માતંગ, આત્મારામ વેલા માતંગ અને કારા કાનજી મહેશ્વરી (રહે. તમામ મેઘપર)ને રોકડા રૂા. 1100 સાથે ઝડપી માનકૂવા પોલીસે જુગાર ધારા તળે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer